33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરકાંઠા: વિજયનગરના જાલેટી ગામ પાસે માર્ગ અકસ્માતમાં ટેમ્પો પલટી જતાં એકનું મોત, ૧૫...

સાબરકાંઠા: વિજયનગરના જાલેટી ગામ પાસે માર્ગ અકસ્માતમાં ટેમ્પો પલટી જતાં એકનું મોત, ૧૫ લોકોને ઈજાઓ

0
335

 

ભિલોડાના ભટેળા ગામેથી વિજયનગરના સરસવ ગામે લગ્નના ચાંલ્લામાં જતા બનાવ

વિજયનગર તાલુકાના જાલેટી ગામ પાસે આજે સવારે ભિલોડાના ભટેળા ગામેથી વિજયનગરના સરસવ ગામે લગ્નના ચાંલ્લામાં જઈ રહેલો ટેમ્પો એકાએક પલટી જતા એમાં મુસાફરી કરી રહેલા લોકો પૈકી ગંભીર ઈજાગ્રસ્ત એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય ૧૫ જેટલા ઇજાગ્રસ્તોને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ૧૧ સહિત જુદા જુદા દવાખાનાઓમાં સારવાર માટે ખસેડીને બનાવ સંદર્ભે ચિઠોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભિલોડા તાલુકાના ભટેળા ગામેથી આજે સવારે દસ કલાકે એક ટેમ્પોમાં વિજયનગર તાલુકાના સરસવ ગામે લગ્નના ચાંલ્લા માટે કેટલાક લોકો જઈ રહ્યા હતા ત્યારે વિજયનગરના જાલેટી ગામ પાસે આ ટેમ્પોમાં ઓચિંતો ખરાબી ઉભી થતા ટેમ્પો પલટી ગયો હતો જેને કારણે કુલ મળી ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને જુદાં જુદાં દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા જેમાં પાંચેક લોકોને ચોરીમાલા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હત જે પૈકી જીવલેણ ઇજાઓને કારણે સારવાર દરમિયાન વિક્રમભાઈ કોદરભાઈ બરંડા (ઉ.વ.55 ) ભટેળા, તા.ભિલોડા)નું મૃત્યુ નીપજ્યું હતું આ દવાખાનાના સારવાર હેઠળના અન્ય વત્તી ઈજાઓવાળા ચારને સારવાર આપી રજા અપાઈ હતી.જેથી કુલ ૧૬ ઈજાગ્રસ્ત પૈકી ભિલોડા કોટેજ હોસ્પિટલમા ૧૧ ઈજાગ્રસ્ત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .આ ઇજાગ્રસ્તોમાં આશિષ મનહરભાઈ અસારી ,જયેશ કનુભાઈ અસારી , બચુભાઈ મંગળાજી અસારી ,સળુભાઈ રતનાભાઈ અસારી ,રતીલાલ કાવજીભાઈ બરંડા સાવિત્રી અરવિંદભાઈ અસારી સહિત ભટેળા, તા.ભિલોડાનો સમાવેશ થાય છે .આ બનાવ અંગે સ્થળ મુલાકાત લઈ પોસઇ એમ.એચ.પરાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!