28.8 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત પંચમહાલ: શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે હાઈવાડમ્ફરની અડફેટે આશાસ્પદ બાઈકચાલક યુવાનનું કરુણ મોત

પંચમહાલ: શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે હાઈવાડમ્ફરની અડફેટે આશાસ્પદ બાઈકચાલક યુવાનનું કરુણ મોત

0

શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરાનગર માર્કેટીંગ યાર્ડ પાસે ગુરુવારે મોડીરાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટની બની હતી.જેમા હાઈવા ડમ્ફર ચાલકે એક બાઈકચાલક યુવાનને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યુ હતુ.આ મામલે શહેરા પોલીસ મથકે પરિવારજનો દ્વારા ડમ્ફરચાલક સામે પોલીસ ફરિયાદ નોધાવા પામી છે. આશાસ્પદ યુવકના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના પાલીંખડા ગામે રહેતા દિપાભાઈ જેઠાભાઈ બારિયાનો 32 વર્ષીય પુત્ર કિરીટભાઈ બારિયા તે લાભી ગામે લગ્ન પ્રંસગમાં ગયો હતો. મોડી સાંજે કિરીટભાઈ શહેરા માર્કેટીંગ યાર્ડ પાસેથી બાઈક પર પસાર થતો હતો.તે સમયે એક હાઈવા ડમ્ફરચાલકે ગફલતભરી રીતે ચલાવી તેમની બાઈકને અડફેટે લતા બાઈક સાથે રોડ પર પટકાતા શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. અકસ્માતને પગલે રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા.અને તેમને શહેરા સરકારી દવાખાને સારવાર માટે પહોચાડવામા આવ્યા હતા.પરંતુ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાની તેમને તબીબ દ્વારા મૃત જાહેર કરવામા આવ્યા હતા.પાલિંખડા ગામે પરિવારજનોને પણ જાણ થતા તેઓ તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આશાસ્પદ યુવાનપુત્ર મોતને ભેટતા પરિવારજનોમા પણ શોકની કાલીમા છવાઈ હતી. પરિવારજનો દ્વારા અકસ્માત કરનારા હાઈવા ડમ્ફરચાલક સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!