38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ગોખરવા ગામના એક જ ખેડૂત માટે દીપડા કેમ મુસીબતનું કારણ...

અરવલ્લી : ગોખરવા ગામના એક જ ખેડૂત માટે દીપડા કેમ મુસીબતનું કારણ બન્યા વાંચો..!! ખેડૂત પરિવાર થર થર કાંપી રહ્યો છે

0
206

 

મોડાસા તાલુકાના ગોખરવા અને નજીક આજુબાજુના વિસ્તારમાં ચાર દીપડા પાણી, ખોરાકની શોધમાં ભટકતા હોવાની સાથે સમયાંતરે પશુઓનું મારણ કરતા હોવાથી ખેડૂતો સહીત લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ભાટકોટા પંથકમાં દીપડાની દહેશતથી ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે ગોખરવા ગામમાં એક જ ખેડૂતના તબેલામાં ત્રાટકી વધુ એક વાછરડાનું મારણ કરતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે એક મહિનામાં એક જ ખેડૂતના બે વાછરડાનું દીપડાએ મારણ કરતા ખેડૂત પરિવારને તંત્ર દ્વારા સહાય ચુકવવામાં આવેની માંગ પ્રબળ બની છે છેલ્લા બે મહિનામાં દીપડાના આતંક મચાવતા ઝડપથી પાંજરે પુરવામાં આવેની માંગ પ્રબળ બની છે

ગોખરવા ગામના વીરાભાઈ ભીખાભાઇ વણકર નામના ખેડૂત માટે દીપડો આફતરૂપ બન્યો છે થોડા દિવસ અગાઉ તેમના ખેતરમાં બનાવેલ વરંડામાં દીપડાએ ત્રાટકી વાછરડાનું મારણ કર્યા બાદ ફરીથી દીપડાએ ત્રાટકી વાછરડાને શિકાર બનાવતા ખેડૂત પરિવાર રીતસરનો ફફડી ઉઠ્યો છે દીપડાના ત્રાસથી ખેડૂત પરિવારના બે વાછરડાનું મારણ થતા ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગોખરવા ગામમાં લોકો દીપડાના આંટાફેરાના પગલે ખેતીકામ સહીત સીમમાં જવાનું ટાળી રહ્યા છે દીપડાના આતંક સામે વનવિભાગ તંત્ર લાચાર સાબિત થઇ રહ્યું છે કે પછી દીપડો માનવભક્ષી બને તેની રાહ જોઈ રહ્યું કે શું..? ની ચર્ચાએ જોર પકડ્યું છે ખેડૂતો તેમના પશુઓ માટે ઘાસચારો લેવા જતા અને પશુઓને ચરાવવા જતા ડર અનુભવતા પશુઓનું પાલન કરવામાં પણ લાચારી અનુભવી રહ્યા છે

મોડાસા શહેરના ભાટકોટા થી લાલપુર સુધી ડુંગર અને જંગલ વિસ્તારમાં દીપડા પરિવારે છેલ્લા બે મહિનાથી પડાવ નાખ્યો છે વનવિભાગ તંત્ર દીપડા પરિવારને પાંજરે પુરવામાં નિષ્ફ્ળ સાબિત થઇ રહ્યું છે સમગ્ર 15 કિલોમીટર વિસ્તારમાં 4 જેટલા દીપડા વિહાર કરી રહ્યા છે ગોખરવા ગામની સીમમાં દીપડો ત્રાટકી સતત પશુઓનું વિવિધ વિસ્તારોમાં મારણ કરતા પશુપાલકો અને સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!