26.5 C
Gujarat
Monday, August 3, 2026
Home HeadLines અરવલ્લી : મેઘરાજાની આફત રૂપી સવારી, મોડાસા-બાયડ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,...

અરવલ્લી : મેઘરાજાની આફત રૂપી સવારી, મોડાસા-બાયડ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, મોડાસામાં ઠેર ઠેર પાણી ભરાયા

0
218

ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો, વાતાવરણમાં શીત લહેર પ્રસરી,ખેડૂતો ચિંતિત બન્યા

અરવલ્લી જીલ્લામાં સતત થતા કમોસમી વરસાદને પગલે ખેડૂતો માટે કુદરત રૂઠી હોય તેવો ઘાટ સર્જાયો છે મોડાસા, બાયડ સહીત અરવલ્લી જીલ્લામાં સમી સાંજે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા હળવા-ભારે પવનો ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગની આગાહી કરતા વિપરીત ભારે વરસાદ ખાબકતા મોડાસા શહેરમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા મોડાસા-બાયડ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખેતી માટે આફત સર્જી રહ્યો છે

મોડાસા શહેરમાં રાત્રીના સુમારે કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ મુશળધાર વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મોડાસા-બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના અને રાત્રીના સુમારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા વીજળી ડૂલ થઇ ગઈ હતી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા લોકો પણ અચંબિત બન્યા છે

અરવલ્લી જીલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદના પગલે બગાયતી પાક, શાકભાજી, કેરી અને બાજરીની ખેતી કરનાર ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે કેરી ઉતારવાના સમય દરમિયાન સતત બે દિવસ પવન સાથે વરસાદ થતા આંબાના ઝાડ પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે હજુ પણ હવામાન વિભાગની વરસાદની આગાહી હોવાથી ખેડૂતોના માથે ચિંતાની લકીરો તણાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!