29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : શામળાજી મંદિરના શ્રદ્ધાળુઓના ખિસ્સા કાતરવાની વેતરણમાં રહેલા શખ્સને પોલીસે વેતરી...

અરવલ્લી : શામળાજી મંદિરના શ્રદ્ધાળુઓના ખિસ્સા કાતરવાની વેતરણમાં રહેલા શખ્સને પોલીસે વેતરી નાખી જેલમાં ધકેલી દીધો

0
202

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે શામળાજી મંદિર અને પરિસરમાં પોકેટમારીની ઘટનાઓ અનેક વાર બનતી રહે છે શામળાજી પોલીસે પીક પોકેટિંગ કરતા શખ્સોને ઝડપી પાડવા બાજ નજર રાખી હતી ત્યારે એક શખ્સ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓના ખિસ્સાઓ અને ચીજવસ્તુઓનું છુપી રીતે નજર રાખી રહ્યો હોવાની સાથે શંકાસ્પદ ગતિવિધિના પગલે દબોચી લઇ મંદિરની અંદર અને મંદિર પરિસરમાં પોકેટમારી અને કિંમતી માલસામાનની ચોરીની ઘટના શામળાજી પોલીસની સતર્કતાથી અટકી હતી

શામળાજી પોલીસ મંદિરમાં પીક પોંકેટિંગની ઘટનાઓ બનતા સતર્ક બની છે પોલીસ શ્રદ્ધાળુઓના ખિસ્સા કાપી ચોરી કરતા શખ્સો પર વોચ ગોઠવતા દાહોદ ભીલવાડાના મનીષ મણિલાલ સાંસીની શંકાસ્પદ ગતિવિધિ અને મંદિરમાં દર્શનાર્થે પહોંચતા શ્રદ્ધાળુઓનું બારીકાઇથી નિરીક્ષણ કરતો હોવાનું પોલીસને ધ્યાને પડતા તેની અટકાયત કરી હતી અટકાયત કરેલ શખ્સને પોલીસે સઘન પૂછપરછ કરતા પોકીટ માર યુવક મગનું નામ મરી ન પાડતા પોલીસે યુવકનો ફોટો ફેસ ટેગ એપ્લિકેશનમાં સર્ચ કરતા યુવક સામે દાહોદ રેલવે સ્ટેશન અને છોટાઉદેપુરમાં મિલ્કત સંબંધી ગુન્હાનો વોન્ટેડ આરોપી હોવાનું બહાર આવતા પોલીસે યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!