38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા બી.બી.એ. કોલેજનું યુનિવર્સિટી પરિણામમાં ત્રણ વિધાર્થીઓ ટોપ-ટેનમાં ઝળકયા

મોડાસા બી.બી.એ. કોલેજનું યુનિવર્સિટી પરિણામમાં ત્રણ વિધાર્થીઓ ટોપ-ટેનમાં ઝળકયા

0
246

હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા તાજેતરમાં યોજાયેલ બી.બી.એ. સેમેસ્ટર – ૧ જાન્યુઆરી ૨૦૨૩નું પરિણામ જાહેર થયેલ જેમાં બી.બી.એ. કોલેજ, મોડાસાનું બી.બી.એ. સેમેસ્ટ – ૧નું પરિણામ ૬૮.૪૨% આવેલ છે. જયારે યુનિવર્સિટીનું પરિણામ ૬૧.૪૪% પરિણામ બહાર પડેલ છે. બી.બી.એ. કોલેજની વિદ્યાર્થીની માહીરખાન રસિદખાન પઠાણ ૬૦૦માંથી ૪૪ર ગુણ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૮ (આઠમો) અને કોલેજમાં પ્રથમ જયારે સુથાર વૈભવ દેવેન્દ્રકુમારએ ૬૦૦ માંથી ૪૩૫ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૧૧ (અગ્યારમો) કોલેજમાં દ્વિતિય જયારે મન્સુરી વારીસ ઈકબાલભાઈએ ૬૦૦માંથી ૪૩૧ પ્રાપ્ત કરી કોલેજમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. કોલેજના આચાર્ય ડૉ, તુષારભાઈ ભાવસારના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીના પરિણામ કરતા વધુ પરિણામ લાવવાની પરંપરા કોલેજે જાળવી રાખીને મોડાસા શહેરનું અને બી.બી.એ કોલેજનું ગૌરવ વધારેલ છે, જે બદલ મંડળના પ્રમુખશ્રી નવિનચંદ્ર આર. મોદી, ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ શાહ (મામા) મંત્રીશ્રી આર. પી. શાહ, તથા કોલેજના આચાર્ય ર્ડા. તુષાર એમ. ભાવસાર તથા ટીંચીંગ અને એડમીન સ્ટાફે આ અમૂલ્ય સિધ્ધી બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!