મેઘરજ તાલુકાના ઇપલોડા ગામે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર મુર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ ગયો શનિવાર બપોરે કંભરોડા ગામે થી હરીભક્ત ક્રિપાલસિહ ચૌહાણ ના નિવાસ સ્થાનેથી શ્રીજી મહારાજની નગરયાત્રા નીકળી હતી જેમાં સંતો હરી ભક્તો બાળકો યુવાનો વડીલો મહિલા ઓ મોટી સંખ્યામાં જોડાયા હતા કંભરોડા થી ઇપલોડા સ્વામિનારાયણ મંદિર સુધી ભજન કીર્તન સાથે ભવ્ય નગરયાત્રા નીકળી હતી જ્યારે બીજા દિવસે રવિવારે સવારે વિસ્વશાંતિ મહાયાગ અને મુર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો અને ગ્રામજનો હાજર રહી આર્શીવાદનો લાભ લીધો હતો
Advertisement
Advertisement