અરવલ્લી જીલ્લા અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવગાંધી ની પુણ્યતિથિ નિમિત્તે સ્વ.રાજીવ ગાંધીની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી મોડાસા શહેરના હાર્દસમા ચાર રસ્તા ટાઉનહોલ ખાતે રાહદારીઓને ઠંડી છાસનું વિતરણ કર્યું હતું કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં કર્ણાટકની ભવ્ય જીતએ આત્મવિશ્વાસ ઉભો કર્યો હોવાનું છાસ વિતરણ કાર્યક્રમમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું હતું કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
સ્વ.રાજીવગાંધીએ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિધ યોજનાઓ અને દેશમાં ડિજિટલ ક્રાંતિનો પાયો નાખ્યો હતો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્પ્યુટર ક્રાંતિ અને ટેલિફોન ક્ષેત્રે દેશની પ્રગતિએ સ્વ.રાજીવ ગાંધી 21 સદીના સ્વપ્નદ્રસ્ટા હતા મોડાસા શહેરના હાર્દસમા ચાર રસ્તા પર સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે રાહદારીઓને ગરમીમાં રક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ઠંડી છાસનું વિતરણ કરતા મોટી સંખ્યામાં રાહદારીઓએ ઠંડી છાસનો લુપ્ત ઉઠાવ્યો હતો સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિએ તેમની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારીઓ ઉમટ્યા હતા