અરવલ્લી જીલ્લાના મોડાસાના અણદાપુર ગામના લોકો આઝાદીના ૭ દાયકા સુધી પણ હજુ રોડ-રસ્તા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે લોકો બીમાર થાય કે પછી ગર્ભવતી મહિલાઓને સારવાર માટે ઝોળીમાં નાખી લઇ જવાની નોબત આવે છે અણદાપુર ગામના લોકોએ પાકા રોડ-રસ્તા માટે વારંવાર જવાબદાર તંત્રના અધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં રોડ નહિ મળતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અણદાપુર ગ્રામજનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રોડની સમસ્યા અંગે યોગ્ય નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી અને દસ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જીલ્લા સેવાસદન કચેરી આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
અણદાપુરના ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં જીલ્લા સેવા સદન કચેરીમાં પહોંચી અરવલ્લી જીલ્લા કલેકટરને સંબોધીને લખેલ આવેદનપત્ર જીલ્લા નિવાસી કલેકટરને અણદાપુરના ગ્રામજનોએ પાકા રોડ-રસ્તા માટે આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી મુખ્યમાર્ગ પરથી અણદાપુર ગામ તરફ જવાના પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે રોડના અભાવે બાળકોને શાળામાં જવામાં ભારે તકલીફ પડે છે તેમજ 108 પણ ગામમાં પ્રવેશી શકતી ન હોવાથી બીમાર દર્દીઓ તેમજ પ્રસૂતા મહિલાઓને સારવાર કરાવવા માટે ભારે યાતનાઓ સહન કરવી પડે છે તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં ઠાલા આશ્વાશન સિવાય કશું મળ્યું નથી…? વારંવાર તંત્રમાં રજુઆત કરીને ઠાલવી ગયા હોવાની ગામલોકોએ હૈયાવળ ઠાલવી હતી અને ન છૂટકે ચીમકી આપી હતી કે રોડની સમસ્યા અંગે યોગ્ય નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી અને દસ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જીલ્લા સેવાસદન કચેરી આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની કરવાની ફરજ પડશે ત્યારે હવે જોવું રહ્યું કે અણદાપુર ગામના પાકા રોડ અંગે શું નિરાકરણ આવે છે