બોલિવૂડ એક્ટર આર માધવને તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે જેમાં તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને પીએમ મોદી સાથે જોવા મળી રહ્યો છે. ફોટોમાં મેક્રોન સેલ્ફી લેતા જોવા મળે છે. જણાવી દઈએ કે આર માધવને પેરિસમાં 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર માધવન પણ પહોંચ્યા હતા. માધવને પીએમ મોદી સાથેના ડિનરની કેટલીક તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ (એક્ટર મેડી) પર શેર કર્યા છે. આ દરમિયાન માધવને એક પોસ્ટ પણ લખી જેમાં તેણે બંને દેશોની સરકારના કામની પ્રશંસા કરી.