38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : મુડેટી ગામે SRP ગૃપ 6 ખાતે ભીષણ આગ, જુઓ ભિષણ...

સાબરકાંઠા : મુડેટી ગામે SRP ગૃપ 6 ખાતે ભીષણ આગ, જુઓ ભિષણ આગનો Video

0
1927

મેરા ગુજરાત, ઇડર

સાસાબરકાંઠા જિલ્લાના ઇડર નજીક આવેલા મુડેટી ગામે SRP ગૃપ 6 ખાતે ભિષણ આગની ઘટના ઘટતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ એટલી ભિષણ હતી કે આગના ગોટેગોટા જોવા મળ્યા હતા.

ઇડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-6 ખાતે શુક્રવાર ના રોજ નવ વાગ્યાના સમયે ફાયબરના શેડ ધરાવતા કેબિનમાં અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિિટથી ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી. આગની ઘટનાને લઈને આખા એસ.આર.પી. કેમ્પમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ભયાનક  હતી કે, આગની જ્વાળાઓનો ધુમાડો સર્જાયાતા આકાશ કાળા ધુમાડાથી છવાઇ ગયું હતું. .આ આ ઘટનાથી મુડેટી ગામના સરપંચ દિનેશભાઇ દેસાઇ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા તેમજ એસ.આર.પી કેમ્પ ના એસ.પી.પટેલ તથા અધિકારીઓ જવાનો તથા તમામ સ્ટાફ દ્વારા પાણી અને અગ્નિશામક દ્વારા પાણીના મારાથી જાતે જ આગને કાબુમા લેતા મોટી જાનહાની થતા ટળી હતી. જેમા ફાયબર ના કેટલાક શેડ બળી ને ખાખ થઈ ગયા હતા. આગની ઘનામાં જાન માલને કોઇ નુકસન ન થતા કેમ્પના અધિકારીઓ જવાનોએ રાહતનો શ્વાસ લિધો હતો.

જુઓ આગની ઘટનીનો વીડિયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!