અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની કેશરપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મહિલા શિક્ષિકા અગમ્ય કારણોસર ગેરહાજર રહેતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે મેઘરજ તાલુકા શિક્ષણ વિભાગે મહિલા શિક્ષિકાને નોટિસ આપી હોવા છતાં શાળામાં હાજર નહીં થતા ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અન્ય શિક્ષક ફાળવવામાં આવેની માંગ પ્રબળ બની છે
મેઘરજની કેશરપુરા પ્રાથમિક શાળામાં ધો.1 થી ધો.5 સુધી અભ્યાસ ચાલી રહ્યો છે શાળામા શિક્ષણ વિભાગ દ્વારા બે શિક્ષકની નિમણુંક કરવામાં આવી છે જેમાં મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવતા શર્મિષ્ઠા બેન મકનાભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી ગેરહાજર રહેતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઇ રહ્યા છે શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણને માઠી અસર પહોંચતા એસએમસી કમિટી અને ગ્રામજનોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે સતત ગેરહાજર રહેતા શિક્ષિકાના બદલે અન્ય શિક્ષક ફાળવવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે તાલુકા શિક્ષણ વિભાગની નોટિસને પણ ગેરહાજર રહેતા શિક્ષિકા ઘોળીને પી ગયા હોય તેમ શિક્ષણ વિભાગ પણ લાચારી અનુભવી રહ્યું હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું