શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનકુમાર ર.શાહ, ઉપપ્રમુખ પંકજભાઈ બુટાલા, માનદમંત્રીઓ પીયુશભાઇ પટેલ અને નિખીલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય, સુપરવાઇઝરઓ, શિક્ષક ભાઈ-બહેનો, વહીવટી કર્મચારીઓ તથા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીની બહેનો, શિક્ષિકા બહેનો દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યા હતા. ભાઈ બહેનનાં હેતને ઉજાગર કરતા ગીતો રજુ થયા હતા. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે બહેનોએ ભાઈઓના કરકમલોએ રક્ષા બાંધી હતી. મંડળના પ્રમુખે સૌને આશીર્વચન પાઠવ્યા હતા. રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની ઉલ્લેખનીય બાબત એ હતી કે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની સૌ શિક્ષિકા બહેનોએ સાથે મળીને કર્યું હતું.