27.3 C
Gujarat
Friday, August 21, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ધનસુરાના બે બુટલેગરોના નવરાત્રી પર્વમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર...

અરવલ્લી : ધનસુરાના બે બુટલેગરોના નવરાત્રી પર્વમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવ્યું,Activa માંથી 144 બોટલ દારૂ જપ્ત

0
170

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નવરાત્રી પર્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે નવરાત્રી પર્વમાં દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરી ને અટકાવવા બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરી રહી છે ધનસુરાના બે બુટલેગરો મોપેડમાં શરાબ ભરી સિમલી તરફ ડીલેવરી આપે તે પહેલા દબોચી લઇ 26 હજારનો દારૂ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

ધનસુરા પીએસઆઈ એસ.જે.દેસાઈ અને તેમની ટીમે નવરાત્રી પર્વમાં પેટ્રોલિંગ હાથધરતા ધનસુરાના જવાહર બજારમાં રહેતા બે બુટલેગર શક્તિનગરમાંથી એક્ટિવામાં વિદેશી દારૂ ભરી સિમલી તરફ નીકળ્યા હોવાની બાતમી મળતા પોલીસે સિમલી રોડ પર વોચ ગોઠવી બાતમી આધારિત એક્ટિવા આવતા અટકાવી તલાસી લેતા બુટલેગરના થેલામાં રહેલો વિદેશી દારૂ અને બિયર ટીન-144 કુલ રૂ.26000/- નો જથ્થો જપ્ત કરી જવાહર નગરમાં રહેતા 1)અર્જુનસિંહ નટવરભાઈ ખાંટ અને 2)જયદીપસિંહ દિલીપસિંહ રાઠોડ (રહે,ધનસુરા,મૂળ રહે, આકોદરા, હિંમતનગર)ને ઝડપી પાડી વિદેશી દારૂ, એક્ટિવા મળી કુલ.રૂ.61000/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!