34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : અસાલ GIDC કંપનીમાં ભીષણ આગ,15 જેટલા વાહન ખાખ,બાયોમેડિકલ વેસ્ટની કંપની...

અરવલ્લી : અસાલ GIDC કંપનીમાં ભીષણ આગ,15 જેટલા વાહન ખાખ,બાયોમેડિકલ વેસ્ટની કંપની આગમાં ખાખ, ફાયરનો મેજર કોલ

0
241

અરવલ્લી જીલ્લામાં મહેશ્વરી ક્રેકર્સની ભીષણ આગની ઘટનાના દ્રશ્યો હજુ લોકો સમક્ષ તાજા છે ત્યારે શામળાજી નજીક આવેલ અસાલ જીઆઈડીસીમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરતી ઈ-કોલાઈ વેસ્ટ નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા જીઆઈડીસી તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો કંપની છેલ્લા 4 મહિનાથી બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી અગમ્ય કારણોસર લાગેલ ભીષણ આગમાં 15થી વધુ વાહનો સહીત કંપની આગમાં ખાખ થઇ ગઈ હતી સ્થાનિક સરપંચે મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરતા સ્થળ પર પહોંચી સ્થિતિ કાબુ બહાર જણાતા મેજર કોલ જાહેર કર્યો હતો સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી મચી હતી

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર શામળાજી નજીક આવેલ અસાલ જીઆઈડીસીમાં બાયો મેડિકલ વેસ્ટનો નાશ કરતી ઈ-કોલાઈ કંપનીમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગ્યા બાદ કંપનીમાં અને બહાર પાર્ક કરેલ કેમિકલ ભરેલ ટેન્કરો આગની ઝપેટમાં આવી જતા ગણતરીની મિનિટ્સમાં આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરતા લબકારા મારતી આગ અને ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર વિસ્તાર સુધી જોવા મળતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી આગ ઓલવવાનો પ્રયત્ન કરવાની સાથે ભીષણ આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડની ટીમે મેજર કોલ જાહેર કરતા હિંમતનગર, મહેસાણા,ઇડર , ગાંધીનગરની ટિમો ફાયર ફાયટર સાથે પહોંચી હતી 10 થી વધુ ફાયર ફાયટરની ગાડીઓના સાયરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો પાણીના અભાવે ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવવવાનો પ્રયત્ન કર્યો હતો સદનસીબે કંપની બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા કર્મી સમય સુચકતા વાપરી બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો

અસાલ જીઆઈડીસીમાં આવેલ ઈ-કોલાઈ બાયો વેસ્ટ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા વાહનો સહીત કંપની આગમાં ખાખ થતા કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે આગ લાગવાનું રહસ્ય અકબંધ રહ્યું છે કંપની પરિસરમાં પડેલ 15 જેટલા ટેન્કર અને ટ્રક સહીત અન્ય વાહનો રાખ બની ગયા હતા ફાયર બ્રિગેડની ભારે જહેમતના પગલે આગ પ્રસરતા અટકતા અન્ય કંપીનીના સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!