asd
29 C
Ahmedabad
Wednesday, July 17, 2024

અરવલ્લી : જીલ્લા પોલીસતંત્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની 75માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી, બ્લડ કેમ્પ યોજી રક્ત એકત્રિત કર્યું


સમગ્ર દેશમાં 75માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયો હતો ત્યારે રક્તની ઉણપને પુરી કરવાના ઉમદા હેતુ સાથે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા લોક સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ,કર્મીઓ અને રક્તદાતાઓએ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમને સમર્પિત થઈને લોકોની મદદ માટે બ્લડ ડોનેશનનું ઉમદા કાર્ય કર્યું હતું.આ કેમ્પમાં 50 થી વધુ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી

Advertisement

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ભરત પરમારના માર્ગદર્શન હેઠળ 75માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી રૂપે રક્ત દાન કેમ્પનું વાત્રક સરકારી કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું રક્ત દાતાઓનું જીલ્લા પોલીસતંત્ર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સન્માનિત કર્યા હતા 50 થી વધુ બોટલ બ્લડ એકત્રિત કર્યું હતું લોક સહયોગથી એકઠું કરેલ બ્લડ જરૂરિયાત મંદ દર્દીઓ માટે આશીર્વાદ રૂપી સાબિત થશે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે પ્રજાજનોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને રક્તદાન કરનાર પોલીસકર્મીઓ અને લોકોની સરાહના કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!