37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : વિજયનગર એસ.ટી.ડેપો માટે ઝંખી રહ્યું છે…ક્યારે બનશે ની વેદના સાથે...

સાબરકાંઠા : વિજયનગર એસ.ટી.ડેપો માટે ઝંખી રહ્યું છે…ક્યારે બનશે ની વેદના સાથે મામલતદારને આખરીનામુ !, સાંભળો શું કહ્યું…

0
2180

મેરા ગુજરાત, વિજયનગર

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારો આઝાદીના ૭૫ વર્ષ વીતવા છતાં વિકાસથી વંચિત છે સાબરકાંઠા જીલ્લામાં આવેલ વિજયનગર તાલુકા મથક હોવા છતાં એસટી ડેપોથી વંચિત રહેતા તાલુકાના પ્રજાજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એસટી બસની સુવિધા તો છે પણ યોગ્ય માહિતીના અભાવે લોકોએ ખાનગી વાહનોમાં મુસાફરી કરી પડે છે બસ સ્ટેન્ડના અભાવે લોકોએ ન છૂટકે કાળઝાળ ગરમીમાં અસહ્ય તડકામાં ઉભા રહેવું પડે છે આ અંગે જાગૃતિ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ વર્ષ અગાઉ અને અનેકવાર હિંમતનગર ડિવિઝનમાં રજુઆત કરવા છતાં બસ સ્ટેન્ડ નહીં બનતા મામલતદારને આવેદનપત્ર આપી ઝડપથી એસટી ડેપોનું નિર્માણ કરવા માંગ કરી હતી

જાગૃતિ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટે વિજયનગરના મામલતદાર માતંગ નિમાવતને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે વિજયનગર તાલુકા મથક હોવાથી તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે તાલુકાના લોકો સરકારી કામકાજ અર્થે આરોગ્યલક્ષી સેવાઓ માટે કે પછી ખરીદી કરવા વિજયનગર આવે છે વિજયનગરમાં એસટી ડેપો ન હોવાથી એસટી બસના રૂટની અને સમયની માહિતી ન મળતા લોકોને રઝળપાટ કરવી પડે છે અને ન છૂટકે જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બનવું પડી રહ્યું છે ખુલ્લી જગ્યામાં બસો ઉભી તો રહે છે પરંતુ બસના ટાઈમટેબલની જાણકારી માટે ક્યાં જવું તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે લોકોને પડતી હાલાકીની સમસ્યાને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સાંભળો લોકોની વેદન, બસ સ્ટેશન નહીં મળે તો ઉપવાસ પર ઉતરવાની ચિમકી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!