મહિલા કર્મીને સાયબર ગઠિયાએ ક્રેડિટ કાર્ડથી સોનુ ખરીદવા ઈએમઆઈ કરી આપવાનું કહીં વિશ્વાસમાં લઇ OTP મેળવી 95 હજાર થી વધુની રકમ ઓનલાઈન સેરવી લેતા મહિલા કર્મી ચોંકી ઉઠી
ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓ એક પછી એક નવી નવી મોડસ ઓપરેન્ડીથી લોકો પાસેથી ઓનલાઈન અને નેટ બેંકિંગ થકી રૂપિયા પડાવી રહ્યાં છે.જો કે બીજી તરફ અનેક વખત જાગૃતતાના કાર્યક્રમનાં આયોજન બાદ પણ હજી કેટલાક લોકો નજીવી ભૂલ કરી દે છે. અને તેનાં કારણે પાછળથી પસ્તાવાનો વખત આવે છે. સાયબર ક્રાઈમથી સામાન્ય માણસ તો ઠીક પોલીસ પણ અસુરક્ષિત છે. જીલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતી મહિલા કર્મી સાયબર ગઠિયાની જાળમાં આબાદ ફસાઈ ફ્રોડનો ભોગ બની હતી
અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા તન્હા સાવન કુમાર પટેલ ખરીદી માટે એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે થોડા દિવસ અગાઉ તેમના મોબાઈલ પર એક યુવતીએ કોલ કરી મુંબઈ બ્રાંચના ક્રેડિટ વિભાગમાંથી આરએમ તરીકે ઓળખ આપી હતી મહિલા કર્મીએ તેમણે બેંકમાંથી કયારે ફોન આવતો ન હોવાનું જણાવતા અન્ય મોબાઈલથી ટેક્સ મેસેજથી તેમના ખાતાની માહિતી મોકલી વિશ્વાસ કેળવી મહિલા કર્મીને ક્રેડિડ કાર્ડથી હપ્તામાં સોનું ખરીદી કરવાની ઓફર આપતાં મહિલા કર્મી લલચાઈ ગયા હતા અને ક્રેડિટ કાર્ડની માહિતી અને જન્મ તારીખ પૂછ્યા બાદ થોડી વારમાં ઓટીપી આવતા મહિલા કર્મી પાસે ઓટીપી માંગી ઈએમઆઇ સેટ કરું છું કહી ઓટીપી મેળવી લીધા પછી બે ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.95726 રૂપિયા ખંખેરી લેતા મહિલાકર્મી હોંફાળી ફોફળી બની એક્સિસ બેંકમાં દોડી ગયા હતા ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું મહિલા કર્મી આબાદ સાયબર ગઠિયાનો ભોગ બનતા સાયબર ક્રાઇમનો સપર્ક કરતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી.
મોડાસા ટાઉન પોલીસે તન્હા સાવન કુમાર પટેલની ફરિયાદના આધારે મોબાઈલ ધારક અજાણ્યા શખ્સ સામે વિશ્વાસઘાત,છેતરપિંડી અને સાયબરફ્રોડનો ગુન્હો નોંધાવ્યો હતો