અરવલ્લી જીલ્લાની સહકારી મંડળીઓમાં ઉચાપતના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. મોડાસા શહેરના જૂના માર્કેટયાર્ડમાં આવેલ ધી.સાબરકાંઠા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ.લીના તત્કાલીન મેનેજરે રૂ. 24.74 લાખની હંગામી ઉચાપત કર્યાનું સંઘની આંતરિક ઓડિટમાં બહાર આવતા પૂર્વ મેનેજરે ઉચાપત રકમ ભરપાઈ કરી દેતા સંઘે પૂર્વ મેનેજરની કરતૂત પર પડદો પાડી દીધો હતો જોકે સરકારી ઓડિટમાં પૂર્વ મેનેજરની ઉચાપત બહાર આવતા સંઘે મેનેજરને સપ્સપેન્ડ કરી પરત નોકરી પર લઇ લીધા બાદ સ્વૈછિક રાજીનામું આપી દીધું હતું જીલ્લા રજિસ્ટ્રારે ફરિયાદ નોધવા હુકમ કરતા આખરે પૂર્વ મેનેજર સામે સંઘના કર્મી દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મોડાસા માર્કેટયાર્ડમાં આવેલ ધી.સાબરકાંઠા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ.લીની મોડાસા શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ કાંતિભાઈ પટેલે (રહે.વામોચ,તા-હિંમતનગર) રોજમેળ સિલક તથા સ્ટોક પત્રકમાં દર્શાવ્યા મુજબ રાસાયણિક ખાતર,સિલક,માલ સ્ટોક અને સંઘનો નફો મળી રૂ.2474417/-રૂપિયાનું બરોબરિયું કરી અંગત ખર્ચમાં વાપરી કાઢ્યા હતા સંઘની હેડ ઓફીસ દ્વારા દર છ મહિને થતી આંતરિક ઓડિટમાં મેનેજરે કરેલી ઉચાપત બહાર આવતા મેનેજરે રૂ. 24.74 લાખની ઉચાપત કરી હોવાનું સ્વીકાર કરી રૂપિયા ભરી દેવાની બાહેંધરી આપી ઉચાપત કરેલ રૂપિયા બે વર્ષમાં પરત સંઘમાં જમા કરાવી દીધા હતા જોકે સંઘમાં સરકારી ઓડિટમાં બેંક મેનેજરે કરેલ લાખ્ખો રૂપિયાની ઉચાપત બહાર આવતા સપ્સેન્ડ કરી દીધા હતા સંઘ દ્વારા નોકરી પર પરત લેવામાં આવ્યા હતા મેનેજર હસુમખ પટેલે સ્વૈછિક રાજીનામું ધરી દીધું હતું
પૂર્વ મેનેજર હસમુખ પટેલે તેની ફરજ દરમિયાન કરેલી ઉચાપત અંગે ઓડિટરે સ્પેશિયલ રિપોર્ટ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીને કરતા જીલ્લા રજીસ્ટ્રારે ઉચાપત કરતા તત્કાલીન મેનેજર હસમુખ પટેલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપતા સંઘમાં ખળભળાટ મચ્યો હતો સંઘમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ સદાભાઈ પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં તત્કાલીન મેનેજર હસમુખભાઈ કાંતિભાઈ પટેલ સામે 24.74 લાખની હંગામી ઉચાપતની ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો