અરવલ્લી જીલ્લામાં ક્વોરી ઉદ્યોગથી જમીન અને પર્યાવરણને ભારે નુકશાન પહોંચવાની સાથે ક્વોરીની આજુબાજુના જમીનના પાણી અને હવા પ્રદુષિત બનવાની સાથે ખેતરોમાં ખેતી પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે ક્વોરીમાં થતાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગને પગલે આજુબાજુના રહેણાંક વિસ્તારોના મકોનામાં તિરાડો પડી જતી હોવાની બૂમો ઉઠી રહી છે બાયડ તાલુકાના સાઠંબા નજીક યોગેશ્વર ક્વોરીની નવી લીઝ મજૂર કરવા બાબતે વહિવટી તંત્ર દ્વારા ક્વોરી પરિસરમાં યોજાયેલ લોક સુનાવણી અંગે તંત્ર અને ક્વોરીના માલિકોએ મિલિભગતથી નજીકના દસ કિલોમીટર સુધીના વિસ્તારમાં જાણ નહીં કરતા ઉપસ્થિત ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને લોક સુનાવણી ફરીથી યોજવામાં આવેની માંગ પ્રબળ બની હતી
સાઠંબા ગામે આવેલ યોગેશ્વર ક્વોરીની નવી લીઝની મંજૂરી બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે યોગેશ્વર ક્વોરીના પટાંગણમાં લોક સુનાવણી રાખવામાં આવી હતી.જે લોક સુનાવણી દરમિયાન બહોળો પ્રચાર કરવામાં આવ્યો નથી અને ક્વોરીના વિસ્તારથી ૧૦ કી.મી વિસ્તારમાં આવતા ગામડાના લોકોને હાજર રાખવાના હોય છે જે બાબતે લોકોને પૂરેપૂરી જાણકારી ના મળતાં લોક સુનાવણી ફરીથી બહોળો પ્રચાર કર્યા બાદ રાખવા માટે સ્થાનિક રહીશો અને ખેડૂતો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.
ક્વોરી ઉદ્યોગની નવી મંજૂરી બાબતે લીઝ પાસ કરવાની થતી હોય નિયમ મુજબ વહીવટી તંત્ર દ્વારા જે તે ક્વોરી માલિકને આજુબાજુના 10 કિલોમીટર વિસ્તારમાં આવતા 29 ગામોના લોકોને આ લોક સુનાવણી દરમિયાન હાજર રાખવા અને આ ક્વોરી ઉદ્યોગથી કોઈપણ પ્રકારની પરેશાની જેવી કે આરોગ્ય લક્ષી, ખેતીલક્ષી હોય તો લોક સુનાવણી દરમિયાન રજૂઆત કરવાની તક મળતી હોય છે પરંતુ હાજર રહેલા થોડાક સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ લોક સુનાવણીનો બહોળો પ્રચાર કે જાણ કરવામાં આવી ના હોવાથી ઘણા લોકો અહીં તેમની રજૂઆત કરવા ઉપસ્થિત રહી શક્યા નથી જેથી લોક સુનાવણી ફરીથી રાખવા માંગ કરવામાં આવી છે