અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના આગમન પછી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે પોલીસતંત્ર બુટલેગરોને વીણીવીણીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ઈસરી પોલીસ સ્ટેશન માં ખૂનની કોશિષમાં વોન્ટેડ વૈડીના કુખ્યાત બુટલેગર અરવિંદ કટારાને જૂનાગઢ જીલ્લાના ખંભાડીયાથી દબોચી લેતા છેલ્લા દોઢેક મહિનાથી પોલીસ પકડથી બચવા રહેઠાણ બદલનાર બુટલેગરના મોતિયા મરી ગયા હતા એલસીબી પોલીસે બુટલેગર અરવિંદ કટારાને ઈસરી પોલીસને સુપ્રત કરતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે જીલ્લામાં ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા બે મહિના અગાઉ ઈસરી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષના ગુન્હામાં સંડોવાયેલ અને પ્રોહિબિશનના ચાર ગુન્હામાં વોન્ટેડ બુટલેગર અરવિંદ છગન કટારા (રહે,વૈડી-મેઘરજ) પોલીસ પકડથી બચવા જૂનાગઢ જીલ્લાના ખંભાડીયામાં રહેતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ ખંભાડીયા બાતમી આધારીત સ્થળે પહોંચી તપાસ હાથધરતા અરવિંદ કટારા મળી આવતા કોર્ડન કરી ઝડપી પાડી અટક કરી ઈસરી પોલીસને સોંપી દીધો હતો બુટલેગર અરવિંદ કટારાને ખંભાડીયામાંથી દબોચી લેતા બુટલેગર ના મોતિયા મરી ગયા હતા