અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સતત દોડાદોડી કરી રહી છે ભિલોડા ધોલવણી ત્રણ રસ્તા નજીકથી એક ગરીબ પરિવારનું ત્રણ વર્ષીય બાળક પરિવારથી વિખૂટું પડતાં પરિવાર બેબાકળો બન્યો હતો ભિલોડા પોલીસની શી ટીમને ગુમ બાળક મળી આવતા તેના પરિવારની શોધખોળ કરી મિલન કરાવતા બાળક અને પરિવારની આંખોમાંથી હર્ષના અશ્રુ સરી પડ્યા હતા
ભિલોડા ધોલવણી ત્રણ રસ્તા નજીક ખાનગી હોસ્પિટલ પાછળ રહેતા મદારી પરિવારનું ત્રણ વર્ષીય બાળક પરિવારથી અગમ્ય કારણોસર વિખૂટી પડી જતા બાળકની માતા અને પરિવારજનોએ બાળકની આજુબાજુ શોધખોળ હાથધરી હતી બાળકનો કોઇ અત્તોપત્તો ન લાગતા બાળકની માતા ભિલોડા પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરતા શી-ટીમ ઘટનાની ગંભીરતા સમજી મદારી પરિવારના રહેણાંક વિસ્તાર સહિત ભિલોડા બજાર અને માર્ગો પર શોધખોળ હાથધરી ત્રણ વર્ષીય રાહુલ રાજનાથ મદારી નામના બાળકને સહીસલામત શોધી કાઢી તેની માતા રોશનીબેનને સુપ્રત કરતા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન થતાં મદારી પરિવારે ભિલોડા પોલીસની કામગીરીની સરાહના કરી હતી