asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

અરવલ્લી : LCBએ રાજ્યના 59 સ્થળે મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરતી ગેંગના બે સાગરીતને દબોચ્યા,લક્ઝુરિયસ કારમાં ચોરી કરતા


જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા LCB પોલીસે  જીલ્લામાં ત્રણ સ્થળે મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ગુન્હાને અંજામ આપતી ઉત્તર પ્રદેશ અને દિલ્હીની ગેંગના બે સાગરિતને હોન્ડા સિટી કાર સાથે ઝડપ્યા                                                                        મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરતી ગેંગ લક્ઝુરિયસ કારમાં રાત્રિના સુમારે ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતી                                                                  

Advertisement

અરવલ્લી જીલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ટૂંક સમયગાળા દરમિયાન ત્રણ ગુન્હા નોંધાતા જીલ્લા LCB પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે મોબાઇલ ટાવરની બેટરી ચોરી કરતી ગેંગને ઝડપી પડવા માટે એલસીબીની જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી ટેકનિકલ સર્વલન્સ અને સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી ભારે જહેમત બાદ XUV અને હોન્ડા સીટી કારની ઓળખ કરી હતી LCBએ ચોરી કરી કારમાં ફરાર થતાં માર્ગો પર વોચ ગોઠવી કિશોરપૂરા ચોકડી થી ઈટાડી રોડ પરથી પસાર થતી હોન્ડા સિટી કારને અટકાવી બેટરી ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગના સાગરિતને ચોરી કરેલ બેટરીઓ અને કટર સહિત ચોરી કરવાના ગુન્હામાં વપરાતા ઓજાર સાથે દબોચી લઇ અન્ય એક સાગરિતને અમદાવાદથી ઝડપી પાડી રાજ્યમાં વણઉકેલ્યા  31 મોબાઈલ ટાવર બેટરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો      

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા ભારે જહેમત ઉઠાવી ચોરીના સ્થળની આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરા અને રોડ પરની હોટલો સહિત ધંધાના સ્થળે લાગેલ સીસીટીવી કેમેરાનું સઘન એનાલિસિસ કરવાની સાથે ટેક્નિકલ સર્વલન્સના આધારે મોબાઈલ ટાવર ચોરી કરતી ગેંગ XUV અને હોન્ડા સિટી જેવી લક્ઝુરિયસ કારમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હોવાનું પગેરું શોધી કાઢ્યું હતું.

Advertisement

   મોબાઈલ ટાવર બેટરી ચોરી કરતી ગેંગ હોન્ડા સિટી અને XUV કારમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હોવાથી એલસીબી પોલીસે જુદી-જુદી ટીમ બનાવી જીલ્લાના માર્ગો પર સતત પેટ્રોલીંગ હાથધર્યું હતું LCB PSI વી.ડી.વાઘેલા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ હાથધરી કિશોરપુરા ચોકડી થી ઈટાડી તરફ આવતા મોબાઈલ બેટરી ચોરીમાં વપારાયેલ હોન્ડા સિટી જોવા મળતા તેને  અટકાવી કાર ચાલકની પૂછપરછ કરી કારની તલાસી લેતા કારની અંદરથી ચોરી કરેલ મોબાઈલ ટાવરની બેટરીઓ અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો જપ્ત કરી સઘન પૂછપરછ હાથધરી હતી.      

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબીએ મોબાઈલ ટાવરની ચોરી કરનાર અનસ ઉર્ફે સોનુ શમશેર ચૌધરી (રહે,ચાંદ મસ્જિદ પાસે પસોન્ડા,ગાજિયાબાદ   -ઉત્તરપ્રદેશ)ની આગવી ઢબે પૂછપરછ કરતા અન્ય એક સાગરિત જોહૈબ ઈસરાર કુરેશી (રહે,કુરેશિયોકા મહોલ્લા,હસનપુરા-ઉત્તર પ્રદેશ) ને અમદાવાદ મીરજા પૂર ચોક માંથી દબોચી લઇ 6.31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મોબાઈલ ટાવર બેટરી ચોરી કરતી ગેંગના સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.                          

Advertisement

મોબાઈલ ચોરી કરતી ગેંગના વોન્ટેડ આરોપી કોણ કોણ  

Advertisement

1)મોહમ્મદ અકરમ ઈસરાર ઇબ્રાહિમ કુરેશી (રહે, કુરેશિયોકા મહોલ્લા,હસનપુરા-ઉત્તર પ્રદેશ)                                                    2)શાહિદ (રહે,દિલ્હી)                                                                  3)શોએબ (રહે,વેલકમ ફોટો ચોક-દિલ્હી)                                     4)ફઈમ સમીમ કુરેશી (રહે,સીતાવલી-ઉત્તર પ્રદેશ)                          

Advertisement

 ગુજરાતમાં કયા કયા જીલ્લામાં મોબાઈલ ટાવર બેટરી ચોરીના ગુન્હાને અંજામ આપ્યો વાંચો                                     

Advertisement

અરવલ્લી એલસીબી પોલીસે બંને ચોરની સઘન પૂછપરછ કરતા તેમની ગેંગે રાજ્યના ખેડામાં 8, આણંદ – 2,અમદાવાદ ગ્રામ્ય 10, ગાંધીનગર – 3, અરવલ્લી – 3, વડોદરા ગ્રામ્ય – 2,પંચમહાલ – 01,મહેસાણા – 1 જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 1 મળી કુલ 31 બેટરી ચોરી કર્યાની કબૂલાત કરી હતી 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!