22 C
Ahmedabad
Wednesday, January 15, 2025

અરવલ્લી: ધનસુરા પોલીસે પાંચ જુગારીઓને 10 હજારના મુદ્દામાલ સાથે દબોચ્યા, બે જુગારીઓ ફરાર


 

Advertisement

અરવલ્લી જીલ્લા એસપી શૈફાલી બારવાલ ના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં ચાલતી અનૈતિક પ્રવૃતિઓ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે જુગાર- વરલી મટકામાં અનેક પરિવારો બરબાદીની ગર્તામાં ધકેલાઈ ચુક્યા છે.ધનસુરા પોલીસે માર્કેટયાર્ડના ખુલ્લા કંપાઉન્ડમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા રવિવારના રોજ બપોરના સમયે રેઇડ કરતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી ધનસુરા પોલીસે પાંચ જુગારીને દબોચી લઈ ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જયારે બે જુગરીઓ પોલીસને થાપ આપી ફરાર થઇ ગયેલ બે જુગારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

ધનસુરા મહિલા પીએસઆઇ બી.બી.ડાભાણી અને તેમની ટીમે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા રવિવારના રોજ ધનસુરા માર્કેટયાડમાં રજા હોઈ ૭ શખ્સો માર્કેટયાડ ના કંપાઉન્ડમાં હારજીતનો જુગાર રમી રમાડતા હતા.ધનસુરા પોલીસને બાતમી મળતા ધનસુરા પોલીસે રેઇડ કરતાં પોલીસના હાથે સ્થળ ઉપરથી પાંચ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને બે જુગારીઓ ભાગી છુટતાં પોલીસે બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી દીધા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂ.૧૦,૩૯૦/- તેમજ જુગાર સાહિત્ય કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી જુગારધાર કલમ હેઠળ ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

 

Advertisement

ઝડપાયેલ શકુનિઓના નામ

Advertisement

1)વિક્રમ રમણભાઈ થોરી રહે.કોર્ટની બાજુમાં,ધનસુરા

Advertisement

2)અજય બાબુભાઇ વાઘેલા રહે.લાઈફ કેર હોસ્પિટલની બાજુમાં,ધનસુરા

Advertisement

3)જગદીશ બાદરભાઈ કોટવાલ રહે.જવાહર બજાર,ધનસુરા

Advertisement

4)કમલેશ શાંતિલાલ મારવાડી રહે.માર્કેટયાડની બાજુમાં,ધનસુરા

Advertisement

5)જય ઉર્ફે આનંદ ધર્મેન્દ્રભાઈ જોષી રહે.શ્રીજી સોસાયટી,ધનસુરા

Advertisement

ફરાર શકુનિઓના નામ

Advertisement

1)રવિ ચંદુભાઈ ઠાકોર રહે.જનતાનગર, ધનસુરા

Advertisement

2)અમર અમરતભાઈ સરાણીયા રહે.હનુમાનનગર,ધનસુરા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!