અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર વોન્ટેડ બુટલેગરો અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સતત દોડાદોડી કરી રહી છે ધનસુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રોહિબિશનના ગુન્હામાં ફરાર બુટલેગર કનુ ડામોરને રાત્રિનાં સુમારે તેના ઘરેથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દેતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા
ધનસુરા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીએસઆઈ બી.બી.ડાભાણિ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા સખ્ત કાર્યવાહી હાથધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે ધનસુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને હાથતાળી આપતા મેઘરજ ખરાઈના બુટલેગર કનુ ભેમા ડામોરને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા આરોપી તેના ઘરે હોવાની બાતમી મળતાં ધનસુરા પોલીસે રાત્રિના સુમારે ખેરાઇ ગામમાં બુટલેગર કનુ ડામોરના ઘરે ત્રાટકી ઉંઘતો ઝડપી પાડતા બુટલેગર પોલીસ જોઈ ચોંકી ઉઠ્યો હતો ધનસુરા પોલીસે છેલ્લા પાંચ વર્ષથી પ્રોહિબિશનના ગુન્હાના વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી