ટ્રકમાં બેટરીની આડમાં બુટલેગર પિતા-પુત્ર વિદેશી દારૂનો જથ્થો જૂનાગઢના બુટલેગરને ત્યાં ઠાલવવા નીકળ્યાં હતા
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ આગમન પછી પ્રોહિબિશનની સખ્ત અમાલવારીના પગલે દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા નિતનવા કીમિયા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી લાખ્ખો રૂપિયાના વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવી રહી છે અણસોલ નજીક બેટરી બોક્ષની આડમાં ઘૂસાડાતો 5.24 લાખના વિદેશી દારૂ સહિત 24.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મધ્યપ્રદેશના બે ખેપિયાને દબોચી લીધા હતા
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને એન.એસ.બારા તેમની ટીમ સાથે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ અને ચેકિંગ હાથધરતા રતનપુર ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી ટ્રકમાં વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ઠાલવવા નીકળ્યો હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટ્રકમાં મોટી માત્રામાં પૂંઠાના બોક્સમાં બેટરીઓની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-1140 કિં.રૂ.524400/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક નારાયણસિંહ ભંવરસિંહ સોનગરા અને મહેન્દ્રસિંહ નારાયણસિંહ સોનગરા (બંને,રહે. શિવગઢ,રતલામ-મધ્યપ્રદેશ)ને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક,મોબાઈલ અને બેટરી નંગ-577 મળી કુલ રૂ.24.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પિતા-પુત્ર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી