મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનામાં સમગ્ર શહેરને ખોદી નાખ્યા બાદ યોગ્ય પૂરણ ન કરતા અનેક સ્થળ પર ભુવા પડતા લોકોમાં આક્રોશ,મોડાસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના પાછળ છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયા વાપર્યા પછી પણ હજુ સુધી ભૂગર્ભ ગટર યોજના અધૂરી
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની નગરપાલિકામાં છેલ્લા 31 જેટલા વર્ષોથી ભાજપ સત્તાધારી પક્ષ તરીકે બિરાજમાન છે મોડાસા શહેર વિકાસની ગતિ પકડી હોવાના દાવા થઇ રહ્યા છે ત્યારે આ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવા, ઠેર ઠેર પાણી ભરાઇ જવા, કાદવ-કીચડ થવો, વાહનો ફસાઈ જવા જેવા દ્રષ્યો સર્જાવા સામાન્ય બની જવા પામ્યાં છે. શહેરના લગભગ દરેક સોસાયટીમાં વિકાસ કાર્યો દરમ્યાન કરવામાં આવેલા ખોદાણ પછી તેમાં અપૂરતા માટી પુરાણને કારણે ભૂવા પડી રહ્યાં છે જેને જોઈને એવુ લાગી રહ્યું છે કે જાણે આખા મોડાસા શહેરમાં ભૂવા “પુરાણ” કથા ચાલી રહી છે.
મોડાસા શહેરમાં રવિવારે મોડી રાત્રીએ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા બે થી ત્રણ કલાકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાલિકાનો પ્રી મોન્સુન પ્લાન પાણીમાં વહી ગયો હતો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અનેક ઘરમાં પાણી ઘૂસી જતા પરિવારજનોની હાલત કફોડી બની હતી મોડાસાના હાર્દસમા ચાર રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા મોડાસાની કલ્યાણ સોસાયટી-2 માં પાણી ઘરમાં ઘૂસી જતા પરિવારે સોશ્યલ મીડિયામાં પર વીડિયો વાયરલ કરી નગરપાલિકા તંત્રની ફિરકી લીધી હતી મોડાસાના ડીપ વિસ્તારમાં સિદ્ધિ વિનાયક મંદિર રોડ પર ભૂગર્ભ ગટર યોજનામાં રોડ ખોદી નખાયા બાદ કોન્ટ્રાક્ટરે યોગ્ય પૂરણકામ નહીં કરતા ખાનગી સ્કૂલ ની બસ ભુવામાં ઉતરી પડતાં બસમાં બેઠેલા વિદ્યાર્થીઓએ ચીસાચીસ કરી મુકતા સ્થાનિક લોકો મદદમાં દોડી આવ્યા હતા મેઘરજ રોડ અને કોલેજ રોડ પર ભૂગર્ભ ગટર યોજના લોકો માટે માથે મોત મંડરાતુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ભૂવાનું પૂરણ કરવામાં આવેની શહેરીજનોમાં માંગ પ્રબળ બની છે