અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યો છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના 8 બાળ દર્દીઓમાંથી 6 દર્દીઓના મોત નીપજી ચૂક્યા છે હાલ બે દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે સિવિલ હોસ્પિટલે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો ભોગ બનેલ પ્રથમ ચાર બાળકોના સેમ્પલ પૂના NIVમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવતા એક સેમ્પલ ચાંદીપુરમ વાયરસ પોઝિટિવ આવ્યો હતો અન્ય ત્રણ સેમ્પલ નેગેટિવ આવ્યા છે હજુ અન્ય ચાર સેમ્પલa રિપોર્ટની રાહ જોવાઈ રહી છે
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ગ્રસ્ત આઠ બાળકો દાખલ કરવામાં આવ્યા હતા જેમાં 6 બાળ દર્દીઓના મોત થયા છે અન્ય બે દર્દીઓ સારવાર હેઠળ છે બંને બાળકોની સ્થિતિ સ્થિર હોવાથી આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા આરોગ્ય તંત્રની ટીમો રાજસ્થાન રાજ્યને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારો અને મહીસાગર જીલ્લાની બોર્ડર પર આવેલ ગામડાઓમાં સર્વેની કામગીરી હાથધરી જંતુનાશક દવાનો છંટકાવની કામગીરી હાથધરી છે
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારીયા ગામની મૃતક 6 વર્ષીય કિંજલ નિનામાનો ચાંદીપુરમ વાયરસ પોઝિટિવ આવતા ભારે ખળભળાટ મચ્યો છે મેઘરજ તાલુકાના ઢેકવા ગામના શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો સાથે 3 વર્ષીય પોપટ હરીશભાઈ કટારાને શનિવારે રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન મંગળવારે મૃત્ય થતાં અરવલ્લી જીલ્લામાં ત્રણ દર્દીઓમાંથી ત્રણે દર્દીઓ મોતને ભેટતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે