અરવલ્લી-સાબરકાંઠા સહિત ગુજરાતમાં ચંદીપુરમ વાયરસે કોરોના વાયરસ પછી લોકોમાં ભારે દહેશત ફેલાવી છે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારીયા ગામની 6 વર્ષીય દીકરીને ચાંદીપુરમ વાયરસ ભરખી ગયો હતો અરવલ્લી જીલ્લામાં અન્ય બે બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસમાં મોત નિપજતા આરોગ્ય તંત્ર સતર્ક બની સર્વેની કામગીરી હાથધરી ઠેર ઠેર દવાનો છંટકાવ કરી રહ્યું છે મેઘરજ તાલુકાના ઢેકવા ગામના 3 વર્ષીય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી મોતના પગલે જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક ઢેકવા ગામે પહોંચી પરિવારજનોની મુલાકાત કરી આરોગ્ય તંત્રની કામગીરી અંગે માહિતી મેળવી હતી
અરવલ્લી જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક શુક્રવારે સાંજે ઢેંકવા ગામે પહોંચી મૃતક 3 વર્ષીય બાળક પોપટ હરીશભાઈ કટારાના ઘરે પહોંચી પરિવારજનોને સાંત્વના આપી ઘરની મુલાકાત લીધી હતી આરોગ્ય તંત્ર દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મીઓ સાથે ચાંદીપુરમ વાયરસ પરિવારના અન્ય બાળક કે સભ્યને અસરગ્રસ્ત ન કરે તે માટે તાકીદ કરી હતી કલેક્ટરની ઓચિંતી મુલાકાતથી આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહિવટી તંત્રમાં દોડધામ મચી હતી