શ્રી એન. એસ. પટેલ લૉ કૉલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આજ રોજ ગુરૂ પુર્ણિમા ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રા. રોહિતભાઈ વોરા સાહેબ પધાર્યા હતા. જેમણે વિદ્યાર્થિઓને આશીર્વચન પાઠવ્યા હતા.તેમનુ શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત લૉ કૉલેજના ફેકલ્ટી અને કાયદા વિદ્યાશાખા ના ડીન ડૉ. અશોક એમ. શ્રોફ દ્વારા કરવામાં આવ્યુ. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફીસર ડૉ. અલ્પાબેન ભટ્ટી દ્વારા કરવામાં આવ્યુ.કાર્યક્રમ ની આભારવિધિ ડૉ. અનીલ વી.ખોખર દ્વારા કરવામાં આવી. લૉ કૉલેજના વિદ્યાર્થિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement