અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા તત્વ આર્કેટના બેઝમેનમાંથી મળી આવેલા આશાસ્પદ યુવકના મૃતદેહને લઇને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. મોડાસા ચાર રસ્તા ખાતે પીડિત પરિવારો તેમજ સમાજના આગેવાનો પહોંચ્યા હતા, જ્યાં પ્રિતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પંદર દિવસ કરતા વધુનો સમય વિતી ગયો હોવા છતાં પોલિસ હજુ સુધી કોઈ યોગ્ય દિશામાં પહોંચી શકી નથી, તેને લઇને સમાજમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી.
મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ – પુરુષો તેમજ યુવાનો પહોંચ્યા હતા અને પ્રિતને ન્યાય મળે કેવી એક ઉમ્મીદ સાથે મૌન પાડીને પોલિસ તંત્રની કાને અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો, જોકે આટલા દિવસની તપાસ વ્યર્થ ગઈ હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે.
શું હતો ઘટનાક્રમ?
અરવલ્લી જિલ્લાના મોડાસા – શામળાજી હાઈવે પર તત્વ આર્કેડના બેઝમેનમાંથી 4 જુલાઈના રોજ સાંજના અરસામાં પ્રિત નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, આશાસ્પદન યુવકના મોતને લઇને પરિવરજનો પર આભ તૂટી પડવા જેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું, બીજી બાજુ યુવકનું કુદરતી મોત થયું છે કે, હત્યા તેને લઇને કોકડું ગૂંચાયું છે.
પરિવારજનોને કેમ છે શંકા?
મોડાસાના કોલિખડ ગામના આશાસ્પદ પ્રિત નામના યુવકનો તત્વ આર્કેડના બેઝમેનમાંથી મૃતદેહ મળી આવવા મામલે પરિવારજનોનું કહેવું છે કે, તે ઘરેથી ગયો ત્યારે બેગ, ટિફિન સાથે હતું. આ સાથે જ તેના કાંડા પર ઘડિયાળ પહેરેલી હતી. જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે સ્થળ પરથી આ તમામ ચીજવસ્તુઓ ઘાયબ હતી. આ સાથે જ પગના ભાગે જોવા મળેલ કિટલાક નિશાનોને લઇને પરિવરજનો આક્ષેપો કર્યા હતા કે પ્રિતની હત્યા કરવામાં આવી છે.
પોલિસનું શું કહેવું હતું!
જ્યારે પીડિત પરિવારો તેમજ સમાજના આગેવાનોએ LCB પીઆઈને તપાસ બાબતે પૂછતા તેમણે મૌખિત જણાવ્યું હતું કે, પોલિસે કૉલ ડિટેઈલ્સ સહિતની તપાસ કરી છે, આ સાથે આસપાસ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા છે. વધુ તપાસ માટે 50 જેટલા માણોસની ટીમ કામે લાગી છે. પોલિસે મૃતદેહના અવશેષો ને fsl માટે મોકલી આપ્યા છે, જેનો રૂપૉર્ટ ઝડપી આવે તેવા પોલિસના પ્રયાસો છે, તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
પોલિસની કામગીરી પર સવાલો તો ઉઠશે
સમગ્ર ઘટના 4 જુલાઈ ના રોજ બની હતી, જોકે અત્યાર સુધી પોલિસે જે પણ તપાસ કરી હોય તે અંધારામાં તીર માર્યા હોય તેવું સ્પષ્ટ લાગે છે. હવે તપાસ લોકલ ક્રાઈમ બ્રેન્ચ ને સોંપવામાં આવી છે જોકે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આટલી મોટી બનાવેલી ટીમના હાથે કંઈ ન લાગે તે પણ એક સવાલ છે. પોલિસ હજુ FSL ના રીપોર્ટની રાહ જોઇને બેઠી છે પણ અહીં મૃતકની બેગ, ચપ્પલ અને ઘડિયાળ પણ પોલિસ શોધી શકી નથી, આવી તપાસ થશે તો સવાલો તો ઉઠશે.