શહેરા
એકબાજુ દેશમા નેશનલ કોરીડોર અને એક્ષપ્રેસ હાઈવે બનાવાની મોટી મોટી વાતો થાય છે એટલુ જ નહી પણ એવા હાઈવે બની પણ રહ્યા છે. છેવાડાના ગામ સુધી સરકાર યોજનાઓના લાભ પહોચાડવાની વાતો કરે છે.પણ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા પાનમડેમ અને 20થી વધુ ગામોને જોડનારા પાકા રસ્તાની હાલત પાછલા ઘણા વર્ષોથી બિસ્માર છે. આ મામલે જાગૃત નાગરિકો દ્વારા આ મામલે રજુઆતો કરવામા આવી હોવા છતા પરિણામ શુન્ય જોવા મળી રહ્યુ છે. સૌથી વિકટ પરિસ્થીતી તો ચોમાસામા થાય છે. આ રસ્તા પર ખાડા પડેલા છે પણ ચોમાસામા વરસાદ પડવાને કારણે આ રસ્તા પર વધુ ખાડા પડેછે . હાલમાં અહીથી અવરજવર કરતા રાહદારીઓએ અને વાહનચાલકોએ રસ્તા પર ઘણીવાર જાતે માટી નાખીને રસ્તો સરખો કરવાની ફરજ પડે છે. એક બાજુ શહેરા તાલુકામા ઘણા રસ્તાઓ પાકા બની ગયા છે. પણ આ રસ્તાનુ સમારકામ ન થતા લોકોમા પણ રોષ જોવા મળી રહ્યો છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાનમપાટીયાથી પાનમડેમ તરફ જવાનો ડામર રસ્તો પાછલા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમા છે.જેના કારણે અહીથી પસાર થતા રાહદારી તેમજ વાહનાચાલકોનેભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમા ચોમાસાની સીજન ચાલી રહી છે ત્યારે હાલાકીનો ભારે સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર મસમોટા ખાડા પડી જવાને કારણે અંદાજીત 15 કિમી સુધીનો આ રસ્તો ભારે બિસ્માર જોવા પડી રહ્યો છે. આ રોડને લઈને આસપાસના લોકો દ્વારા પણ રજુઆતો કરવામા આવી છે. છતા કોઈ પરિણામ જોવા મળતુ નથી. આ રસ્તા પર અંદાજીત 15થી વધુ ગામો આવેલા છે. આ ગામ લોકોને શહેરા –ગોધરા જવા માટે આ રસ્તેથી જ અવરજવર કરવાની હોય છે. ખાસ કરીને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર વેપારધંધો કરવાવાળા વેપારીઓ પણ અવરજવર કરે છે. રસ્તા પર ખાડા પડી જવાને કારણે જાતે રસ્તા પર માટી પથ્થરો નાખીને રોડ સરખો કરવાની ફરજ પડી હતી. આ મામલે જવાબદાર તંત્ર વહેલી તકે જાગે અને રોડનુ સમારકામ કરવામા આવે તેવી માગ કરવામા જાગૃત નાગરિકો દ્વારા આપવામા આવી રહી છે. અહીથી અવરજવર કરનારા વેપારી મુકેશભાઈ ઠક્કર જણાવ્યુ હતુ કે ” પાનમ પાટીયાથી પાનમ ડેમ સુધીનો રોડ એકદમ બિસ્માર હાલતમા છે. હુ એક વેપારી છે.મારે અહીથી વેપારધંધા અર્થ આવાનુ જવાનુ થાય છે. ઘણા સમયથી રોડ ખરાબ છે. આ મામલે રજુઆતો કરી છે પણ કોઈ કાર્યવાહી કરતુ નથી અમેજાતે ઉભા રહીને રોડ ખાડો પડી ગયો હતો તેને પુર્યો હતો.ખાડાનો કારણે વાહનવ્યવહાર અટકે છે. આસપાસના ગામોના લોકોની અવરજવર છે.ચોમાસુ છે ખાડા વધતા જાય છે. આ રોડ તંત્ર દ્વારા રિપેંરીગ કરાવામા આવે તેવી માંગ છે.” એકબાજુ શહેરા તાલુકામા ઘણા ગામોને જોડતા કાચા રસ્તાઓ પાકા થઈ ગયા છે, પણ આ રસ્તા નુ સમારકામ મામલે તંત્રને રજુઆત કરવામા આવતા છતા કેમ કરવામા આવતુ નથી તે એક ચર્ચોતો સવાલ છે.