ભિલોડા તાલુકાના જેતપુર (ટોરડા) ગામમાં પ્રેમ-સબંધની અદાવતમાં તિક્ષણ હથિયારથી માથાના ભાગે, શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી યુવકને મોતને ઘાટ ઉતારતા ચકચાર
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના જેતપુર (ટોરડા) ગામમાં ગતરોજ રાત્રે પ્રેમ-સંબંધ બાબતેની અદાવતમાં સામાન્ય બોલાચાલી દરમિયાન ઉગ્ર આવેશમાં આવીને તિક્ષણ હથિયારથી માથાના ભાગે મારતા યુવકના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે.યુવકનીહત્યાના સમાચાર વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરતા ઘટના સ્થળ પર લોકોના ટોંળા એકત્રિત થઈ ગયા હતા.પોલીસે યુવકના હત્યારા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસર વધુ તપાસ હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશનના PSO બુન્નાબેન મનાતના જણાવ્યા અનુસાર, જેતપુર (ટોરડા) ગામના લક્ષ્મણભાઈ ગામેતી દિકરા સંજયભાઈ ગામેતી ને આશિષ શાંતિલાલ ગામેતીની ભાભી સ્નેહબાળા સાથેના પ્રેમ સંબંધ બાબતેની અદાવત રાખી કોઈ પણ પ્રકારના તિક્ષણ હથિયારથી માથાના ભાગે જોરથી મારીને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે.જેતપુર (ટોરડા) ગામના મૃતક યુવક નો મૃતદેહ પી.એમ અર્થે ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયો હતો.મેડિકલ ઓફિસરે પી.એમ કરીને મૃતદેહ પરીવારજનો ને સોંપતા પરીવારજનો સહિત સગાં-સબંધીઓ હૈયાફાટ રૂદન કરતા હતા.
ભિલોડા તાલુકાના જેતપુર (ટોરડા) ગામના રહેવાસી. મૃતકના પિતા ખેડૂત લક્ષ્મણભાઈ દેવજીભાઈ ગામેતી એ હત્યારા આશિષ શાંતિલાલ ગામેતી વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ન્યાયિક તપાસ હાથ ધરી છે. ભિલોડા પોલીસ PI એચ.પી.ગરાસીયાએ જેતપુર (ટોરડા) ગામમાં ગત રોજ રાત્રે પ્રેમ-સંબંધ બાબતેની અદાવતમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હોય તે સંદર્ભે મૃતક યુવકના હત્યારાને ઝડપી લેવા માટે તપાસના ચક્રો તેજગતિએ ગતિમાન કર્યા છે.