asd
30 C
Ahmedabad
Tuesday, November 5, 2024

પંચમહાલ : શહેરા તાલુકાના રેણા ખાતે ખેતીમાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.નો ડ્રોન દ્વારા છંટકાવ અંગે નિદર્શન યોજાયું


શહેરા
ખેતીમાં થતાં રાસાયણિક ખાતરના વધારે પડતાં ખર્ચને ઘટાડવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. શહેરા તાલુકાના રેણા ખાતે ખેતીમાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.નો ડ્રોન દ્વારા છંટકાવ અંગે નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

જેમાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.ના વપરાશનું મહત્વ અને તેનો ડ્રોન ધ્વારા છંટકાવ અંગે પંચમહાલ જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સરકારશ્રીની ચાલતી આ યોજનાનો ખેડૂતો વધુમાં વધુ લાભ લે તે અંગે જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં બી. એમ. બારીયા,વિસ્તરણ અધિકારી (ખેતી),શહેરા,સેજાના ગ્રામસેવક ચિરાગભાઇ મુનીયા,ઇફકો કંપનીના આદિલભાઇ તેમજ તેમની ટીમ તેમજ રેણા ગામ તથા આજુબાજુના ગામના મોટી સંખ્યામાં ખેડુતોએ હાજર રહી ડ્રોનથી છંટકાવનુ પ્રત્યક્ષ નિદર્શન નિહાળ્યુ હતુ.આ પ્રસંગે મદદનીશ ખેતી નિયામક,પેટા વિભાગ,ગોધરા એમ.કે.ડાભીએ જણાવ્યું કે, હાલમાં આઇ-ખેડુત પોર્ટલ પર ડ્રોન ધ્વારા છંટકાવની અરજી માટે પોર્ટલ ખુલ્લુ હોઇ વધુમાં વધુ ખેડુતો ધ્વારા ઓનલાઇન અરજી કરી લાભ લે તે માટે જરૂરી પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.
*

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!