જાયન્ટ્સ મોડાસા દ્વારા મેઘરજના કુણોલ ગામે રત્નદીપ ઉત્તર બુનિયાદી હાઇસ્કુલ કુણોલ ના વિશાળ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષ વિતરણ નુ કરવામાં આવ્યું હતું
અરવલ્લી જિલ્લાના ટ્રાયબલ વિસ્તાર મેઘરજ તાલુકાના કુણોલ ગામે આદિવાસી વિસ્તારમાં રત્નદીપ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે વિવિધ વૃક્ષો લીમડા પીપળા ગુલમહોર બોરસાલી ગુલમહોર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ ગ્રામજનોને અને વિદ્યાર્થી ઓને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાન પંકજભાઈ ખરાડી ડી.એસ.પી. શ્રીમતી મનીષાબેન પી ખરાડી , હાઈસ્કૂલના ટ્રસ્ટી, જગદીશભાઈ ખરાડી, આચાર્ય,શિક્ષક સ્ટાફ સાથે જાયન્ટ્સ મોડાસા પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ મંત્રી મુકુંદ સોની જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ મંત્રી છાયાબેન સોની જીવદયા પ્રેમી નિલેશ જોષી જાયન્ટ્સ ઝોન ડાયરેક્ટર અને પર્યાવરણ પ્રેમી પ્રવીણ પરમાર મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ જાયન્ટ્સ મોડાસાના ડીસ્ટ્રીકટ ડાયરેક્ટર વનિતાબેન પટેલ, કલ્પેશ પંડ્યા અમિતાબેન સોલંકી જલારામ આરોગ્ય મેઘરજ ના પી.આર.ઓ. ડૉ બી.પી. બામણીયા કુણોલ ગામ ના ગ્રામજનો વૃક્ષારોપણ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા અન્ય વૃક્ષો તેમના ઘરે લઈ ગયા હતા અને તેનો ઘરે માવજત કરી ઉછેર કરશે તેવા શપથ લીધા હતા