કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓ અરજદાર આવતાની સાથે લાંચ રૂપી લાળ ટપકવા લાગે છે અરજદારને લાંચ આપવા મજબૂર કરી રહ્યા છે ACBની ટૂંક ગાળામાં 4 લાંચિયાને દબોચ્યા
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી એનકેન પ્રકારે રૂપિયા પડાવી ખિસ્સા ગરમ કરી રહ્યા છે માલપુર તાલુકાના હેલોદર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને રૂપિયા 15 હજારની લાંચ લેતા અરવલ્લી એસીબી PI ટી.એમ.પટેલ અને તેમની ટીમે છટકું ગોઠવી ઝડપી લીધો હતો એસીબીની ટ્રેપ થતા તલાટી કમ મંત્રી હરગોવિંદ તારાજી સુંદેશાને લાંચ લેવાનો નશો ઉતરી ગયો હતો એસીબીની સફળ ટ્રેપથી લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
માલપુર તાલુકાના હેલોદર ગામના સીમમાં બિનખેતી જમીનમાં દુકાનો બનાવાર વ્યક્તિએ દુકાનોના રજિસ્ટ્રર વેચાણ કરી અન્ય વ્યક્તિઓને વેચાણ આપી હતી દુકાન લેનાર વ્યક્તિના નામે આકારણી કરી અપાવા કાર્યવાહી હાથધરતા હેલોદર ગ્રામ પંચયાતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હરગોવિંદ તારાજી સુંદેશાએ આકારણી કરી આપવા માટે 15 હજાર રૂપિયાની માંગતા દુકાન બનાવાર જાગૃત નાગરીક સમસમી ઉઠ્યો હતો
જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચિયા તલાટી કમ મંત્રીને સબક શીખવાડવા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતા અરવલ્લી એસીબીએ ભ્રષ્ટ તલાટીને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવ્યુ હતુ.અરવલ્લી એસીબીની ટ્રેપ અંગે અજાણ તલાટીએ ખિસ્સું ભરવા 15 હજાર રૂપિયા લેતો રંગે હાથે ઝડપી પાડી એસીબીએ વધુ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.એસીબીના આબાદ છટકામાં સપડાઇ જતા તલાટી કમ મંત્રી હરગોવિંદ સુંદેશાના હોશકોશ ઉડી ગયા હતા