હાલોલ,પંચમહાલ
પંચમહાલ જીલ્લાના દક્ષિણ વિસ્તારમા આવેલા તાલુકાઓમા પણ વરસાદી માહોલ સર્જાયો હતો.જેના પગલે હાલોલ,ઘોઘંબા,જાંબુઘોડા સહિતના તાલુકાઓમા પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ વરસાદને કારણે મનોરમ્ય નજારો સર્જાયો હતો. પાવાગઢના ડુંગર પર વરસાદને કારણે નીચે આવેલુ તળાવ છલકાઈ ગયુ હતુ તેના કારણે પાણી રોડ પર વહેતા જોવા મળ્યા હતા. પાવાગઢના દર્શને આવેલા પ્રવાસીઓએ પણ આ આલ્હાદક નજારાનો લાભ ઉઠાવ્યો હતો. પાવાગઢ પર્વત પરથી પણ નાના ઝરણાઓ વહેતા જોવા મળ્યા હતા. રજા હોવાથી પ્રવાસીઓ પણ પાવાગઢ ખાતે પ્રાકૃતિક સૌદર્યનો લ્હાવો નિહાળવા ઉમટી પડ્યા હતા.
પંચમહાલ જીલ્લામા પાછલા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જીલ્લાના તમામ તાલુકા શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ,મોરવા હડફ,જાંબુઘોડા,ઘોંઘબાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પંચમહાલનુ મીની કાશ્મીર અને સ્વર્ગ ગણતા એવા પાવાગઢ પર્વત પણ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા રમણીય દ્શ્યો સર્જાયા હતા. પર્વત પરથી નાના મોટા ઝરણા વહેતા જોવા મળ્યા હતા. પાવાગઢની તળેટીમા પ્રવેશતા આવતા એક તળાવમા પણ ડુંગરમાથી આવતા પાણીથી ભરાઈ જતા તરબોળ થઈ ગયુ હતુ. તળાવ પાણીથી છલકાઈ જતા પાણી રોડ પર વહેતા જોવા મળ્યા હતા. પ્રવાસીઓએ પણ આ તળાવ પાસે ઉભા કરીને ફોટા પડાવાનો લ્હાલો લીધો હતો.