નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી જય હો…ભિલોડા જન્મોત્સવ સમિતિ ધ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા નું પ્રસ્થાન ઘારાસભ્ય પી.સી.બરંડાએ કરાવ્યુ
જન્માષ્ટમીના પવિત્ર પાવન પર્વ નિમિત્તે અરવલ્લી જીલ્લાના ભિલોડામાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, ચોકલી ચોકમાંથી જન્મોત્સવ સમિતિ ધ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની ભકિતભાવ પુર્વક ડિ.જેના તાલે વાજતે-ગાજતે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નું પ્રસ્થાન ધારાસભ્ય પી.સી.બરંડાએ કરાવ્યું હતું.
ભિલોડામાં ઠેર-ઠેર મટકીઓ બાંધવામાં આવી હતી.યુવાનોએ ઉંચા-ઉંચા પિરામિડ બનાવી ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર મટકીઓ ફોડી હતી.
શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા દરમિયાન કાંતિલાલ પટેલ, મુકેશભાઈ ત્રિવેદી, ભીખાભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, રસીકાબેન ખરાડી, નટુભાઈ ગામેતી, પ્રણવભાઈ પંચાલ, જગદીશભાઈ પટેલ, રામઅવતાર શર્મા સહિત યુવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
ભિલોડા જન્મોત્સવ સમિતિના મનિષકુમાર પટેલ, સંજય પટેલ, હરીઓમ પંડયા, જીગર ત્રિવેદી, કલ્પેશ ચૌહાણ, સંજય પંચાલ, સમીર પંડયા, બંસીધર પંચાલ, પ્રતિક ભાવસાર, ભાવેશ ભોઈ, હરેશ ભાટીયા સહિત હોદ્દેદારો, કાર્યકરો એ શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા ના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા ધ્વારા લસ્સીનું વિતરણ કર્યું હતું.
ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ઉપ પ્રમુખ રામઅવતાર શર્મા પરીવાર ધ્વારા આઈસ્ક્રીમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.