મોડાસા શહેરની પેલેટ ચોકડી પાસેની પ્રિયા મોટર્સ નામની ગેરેજમાં, મૈત્રી કરારથી સબંધ ધરાવતી માહિલાની તેના જ મિત્ર એ ગત સાંજના હથોડી ના ઘા ઝીંકી હત્યા કરી હોવા નું સામે આવ્યું છે,6 મહીનાથી મિત્ર સાથે મન દુ:ખ થવાના કારણે મહિલા દૂર રહેતી હતી.મહિલાને ગત ગત સાંજના ગેરેજ માં બોલાવી હતી,બન્ને વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઇ આરોપીએ હથોડીના ના ઘા ઝીંકી હત્યાને અંજામ આપી આરોપી મિત્ર ફરાર થઇ ગયો હતો,રૂરલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોડાસા તાલુકાના ઈટાડી ગામની વિધવા મહિલા સાથે મૈત્રી સબંધ રાખનારે જ કરી હત્યા
મોડાસા બાયપાસ પર આવેલી ગેરેજમાં માથામાં હથોડી ના ફટકા માર્યા બાદ હત્યારો થયો ફરાર
મોડાસા બાયપાસ નજીક આવેલી ગેરેજમાં 41 વર્ષીય મહિલા ના માથામાં હથોડી ના ફટકા મારી મહિલા ના પુરુષ મિત્ર એ જ હત્યા કરી ફરાર થઈ જવાની ઘટના એ ચકચાર
મોડાસા તાલુકાના ઈટાડી ગામની સોનલબેન પરેશગીરી ગોસ્વામી ના પતિનું પાચેક વર્ષ અગાઉ મરણ થયા બાદ બે સંતાનો સાથે ઈટાડી માં જ રહેતી 41 વર્ષીય સોનલ બેન ને મોડાસા બાયપાસ રોડ પર આવેલા રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સ માં કાર રીપેરીંગ ની પ્રિયા મોટર્સ નામની ગેરેજ ધરાવતા અને મોડાસા ના વરથું ગામના વતની જીગ્નેશ ગીરી ગોસ્વામી સાથે ઓળખાણ થતા બન્ને મૈત્રી કરાર કરી છેલ્લા બે વર્ષથી ઇટાડી ગામમાં આવેલા મહિલા ના ઘરે જ રહેતા હતા સોનલ બેન અને જીગ્નેશ ગીરી વચ્ચે છેલ્લા છ માસ ઉપરાંત ઘી ચાલતા લડાઈ ઝગડા અને મારથી તંગ આવી જઈ આ મહિલા અમદાવાદ રહેતા તેના 23 વર્ષીય પુત્ર પાસે રહેવા આવી ગઈ હતી ઝગડા નું સમાધાન કરવા જીગ્નેશ ગીરી એ બોલાવતા મહિલા 26 ઓગસ્ટ ની બપોરે પુત્ર અને દીકરી – જમાઈ સાથે મોડાસા આવી પ્રિયા મોટર્સ પહોંચ્યા હતા.
પરીવાર જનોને કારમાં જ બેસાડી રાખી મહિલા ગેરેજ માં વાતચીત કરવા ગઈ હતી જયા વાતચીત દરમિયાન મહિલા નો મિત્ર ઉશકેરાઈ જતા તેણે મહિલા ના હાથે અને માથા પર લોખન્ડ ની પાઇપ ના હાથા વાળી હથોડી મારી દીધીમહિલા એ પાડેલી મરણ ચીસ થી કારમાં બેસેલા પરીવાર જનોએ દોડી આવી તાત્કાલિક મરણતોલ હાલત માં સાર્વજનિક હોસ્પિટલ સારવાર માટે લઈ ગયાં બાદ ડોક્ટર એ તપાસ કરીને મૃત જાહેર કરી મહિલાના પુત્ર વૈભવગીરી પરેશગીરી ગોસ્વામી એ માતા સોનલબેન ની હત્યા નીપજાવી ભાગી ગયેલા જીગ્નેશગીરી પ્રભાતગીરી ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હત્યારા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા