પગપાળા પદયાત્રીઓ માટે આશીર્વાદ રૂપ સમાન
અરવલ્લી જીલ્લાના ભિલોડા – ઈડર ધોરીમાર્ગ પર ॐ કોમ્પલેક્ષ શોપિંગ સેન્ટર માં વર્ષોથી જય અંબે વિસામા નો આજથી ભવ્યાતિભવ્ય શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.જય અંબે વિસામા પરીસરમાં અંબેમાં આરતી ઉતારી વિધિ-વિધાન પુર્વક શ્રધ્ધાભેર પુજન અર્ચન કરીને વિસામા નો શુભારંભ કર્યો હતો.ભિલોડા જય અંબે વિસામો – સેવાભાવી પ્રમુખ હર્ષદભાઈ સોની, ઉપ પ્રમુખ વિષ્ણુભાઈ પોરવાલ, ખજાનચી બાબુસિંહ સિસોદિયા, સહમંત્રી પ્રણવભાઈ પંચાલ, કાર્યકરોએ અને વેપારીઓ તન-મન-ધનથી વિસામામાં ખડેપગે ઉભા રહી જગવિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તરફ પગપાળા જઈ રહેલ હજજારો પદયાત્રીઓ ને શુધ્ધ, સાત્વિક પુરી-શાક નું પાકું ભોજન આપવામાં આવે છે.પદયાત્રીઓ માટે જય અંબે વિસામો આશીર્વાદ પુરવાર થઈ રહ્યો છે.
જય અંબે વિસામા ના શુભારંભ દરમિયાન સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, શ્રી ગાયત્રી પરિવાર, ભિલોડાના અરવિંદભાઈ ઉપાધ્યાય, ગોવિંદભાઈ પટેલ, જીતકુમાર ત્રિવેદી, મનીષભાઈ પટેલ, રામઅવતાર શર્મા, જગદીશભાઈ પટેલ, રામઅવતાર શર્મા સહિત સેવાભાવી વેપારીઓ, સામાજીક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.