અરવલ્લી જિલ્લાના મોડાસામાં સગીરા પર બનેલી દુષ્કની ની ઘટનાના આરોપીને પોલિસે ઝડપી પાડવામાં સફળતા મળી છે…. ૧૬ સપ્ટેમ્બરના રોજ મોડાસા હજીરા વિસ્તારમાં સીમલા હોટલ નજીક આવેલા ગલ્લા ઉપર સગીરા એકલી હતી,, આ સમય દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે એકલતાનો લાભ લઇ, સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું… એટલું જ નહીં શારીરીક છેડછાડ ઇજા પહોંચાડી, અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો… ઘટનાની ગંભીરતા જોઈ અરવલ્લી જિલ્લા પોલિસની ટીમે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી..
અરવલ્લી જિલ્લા પોલિસે આરોપીને ઝડપી પાડવા, અલગ અલગ ટીમો બનાવી હતી.. ખાનગી બાતમીદારોથી માહીતી એકત્રીત કરી આજુબાજુ લગાવેલ સી.સી.ટી.વી કેમેરાથી ફુટેજ ચેક કરી હતી.. પોલિસે જીણવટભરી રીતે માહીતી એકત્ર કરતા, આરોપી જીઆઇડીસી માં આવેલ બેકવેલ નામની બીસ્કીટની કંપનીમાં કામ કરે છે, ચેવી જાણકારી મળી… પોલિસે તપાસ કરતા આરોપી ફરાર થવાની ફિરાકમાં હતો, તે પહેલા જ પોલિસે આરોપી સોનુકુમાર દસાઈરામ ચૌધરી, હાલ રહે, મોડાસા GIDC મૂળ ઉત્તરપ્રદેશ ને ઝડપી પાડ્યો હતો.. ઝડપાયેલ આરોપી મુળ ઉતર પ્રદેશ રાજયનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે..