એક લાખ ઉપરાંત ભક્તો પગપાળા ચાલીને આવ્યા
મોડાસા શામળાજી રોડ પર ભાવિકો દ્વારા વિસામા ની સગવડ કરી હતી
શામળાજી મંદિર પરિસરમાં ટ્રસ્ટ દ્વારા સાકાર નાં પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી
આજરોજ ભાદરવા સુદ પૂનમના દિવસે યાત્રાધામ શામળાજી માં ભક્તો નું ધોડાપુર ઉમટ્યું હતું જે ભક્તો અંબાજી ચાલીને જઈ શકતા નથી તેવાં ભક્તો ભાદરવી પૂનમના દિવસે શામળાજી ચાલીને આવે છે આ વખતે પણ મોડાસા ધનસુરા ટીટોઇ સરકીલીમડી તથા આજુબાજુના વિસ્તારમાં થી આખી રાત ચાલીને વહેલી સવારે કાળીયા ઠાકોરના દરબારમાં આવી પહોંચ્યા હતા મોડાસા શામળાજી હાઇવે રોડ એક સાઇડ બંધ કરવામાં આવ્યો હતો અરવલ્લી એસ.પી શેફાલી બરવાલા ધ્વારા હાઇવે રોડ પર ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ ગોઠવેલ હતું ભક્તો મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સો કિલો લિંબુ બસો કિલો ખાંડ ધ્વારા લિંબુ સરબત બનાવેલ તે ભક્તો ને આપવામાં આવ્યો હતો ભક્તો વહેલી સવારથી જ લાંબી લાઈનો માં ઊભા રહીને ભગવાન શામળીયા નાં સન્મુખ દર્શન કરવા માટે અધિરા બન્યા હતા મંદિર નાં પુજારી ધ્વારા ભગવાન ને સુંદર વાધા માં સુશોભિત કરવામાં આવ્યા હતા ભગવાન શામળીયાને સોનાના દાગીના નોવિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભગવાન ની પ્રતિમા આગળ થી ભક્તો દુર જવા નું નામ જ નહોતાં લેતાં શામળાજી પોલીસ ધ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
પગપાળા ચાલીને આવવાનો અનેરો ઉત્સાહ
ભગવાન શામળીયા દશૅન કરવા માટે ભાદરવી પૂનમના રોજ નાના બાળકો મોટા ધરડા માણસો પણ 30 થી 50 કિલોમીટર નું અંતર પગપાળા ચાલીને આવ્યા હતા જિલ્લા પંચાયત નાં સદસ્ય વનરાજ ડામોર તથા કાગડા મહુડાના સરપંચ કુંદનબેન ડામોર 300 માણસો નો સંધ લ ઇને ડી.જે નાં તાલે હાથમાં લાંબી ધજાઓ લ ઈને કાળીયા ઠાકોરના દર્શન કરવા ઉમટ્યા હતા દરેક ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો