ગોધરા
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ખતમ કરી નાખવા માટે તેમજ તેમની ગરીમાના પદની ગરિમા ખતમ કરી નાખવા માટે ભાજપ તેમજ સહયોગી પાર્ટીના નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવામા આવે તેવી માગણી સાથે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતીની યુવા પાંખ દ્વારા આવેદનપત્ર ગોધરા શહેર એ ડીવીઝન મથકે આપવામા આવ્યુ હતુ.હાથમા લખાણવાળા બેનરો સાથે વિરોધ નોધાવી કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.
આવેદનપત્રમા જણાવાયુ છે કે બીજેપી નેતા તરવિન્દર સિંહ મારવાહ, તેમજ ભાજપની સહયોગી પાર્ટીના મહારાષ્ટ્રના નેતા સંજય ગાયકવાડ, રેલરાજ્યમંત્રી રવનીત બિંદુ તેમજ ભાજપના ઉત્તરપ્રદેશના મંત્રી અને નેતા રઘુરાજસિંહ દ્વારા વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે અશોભનીય ટીપ્પણીઓ કરવામા આવી હતી. આવી ટીપ્પણીઓ જનતામા અંશાંતિ ફેલાવા તેમજ શાંતિ ભંગ કરવાના ઉદ્દેશથી કરવામા આવે છે.રાહુલ ગાંધી સમાજના પ્રજાના પ્રશ્નો ઉજાગર કરે છે.લોકોને લગતા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે,જે ભાજપ અને તેની સહયોગી પાર્ટીને ગમતુ નથી. રાહુલ ગાંધીને નંબર વન આંતકવાદી કહેવાથી જાહેર હોદ્દાનુ નુકશાન થાય છે. આ નામવાળી વ્યક્તિઓ સામે તેમજ સહયોગી સામે ભારતી ય ન્યાયસંહિતાની કલમ હેઠળ એફઆઈઆર નોધવામા આવે તેવી અમારી માંગ છે.