શહેરા,પંચમહાલ
શહેરાના પાનમ પાટીયાથી પાનમડેમ તરફ જવાના રસ્તા પર ચોપડ દેવી પાસે એક દિપડો રસ્તા પર આંટાફેરા મારતો હોવાનો વિડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. જેને લઈને સોશિયલ મિડીયા પર વાઘ હોવાની ચર્ચાઓ ચાલી હતી.જોકે વનવિભાગ તંત્ર દ્વારા જણાવામા આવ્યુ હતુ કે તે વાઘ નથી પણ દિપડો છે. અને આ જગંલમા તેમની વસ્તી છે.આ વિડિયો કોઈ રમેશભાઈ નામના વ્યક્તિએ મોબાઈલમા કેદ કર્યો હતો. અને વિડિયો સોશિયલ મિડિયામા વાયરલ થયો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પુર્વ વિસ્તાર છે,તેમા પાનમના જંગલો આવેલા છે. આ જગંલો વન્યસંપદાથી આચ્છાદિત છે. પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ આશ્રયસ્થાન બની રહ્યા છે. દિપડાઓ પણ જંગલમા વસવાટ કરે છે. પણ ઘણીવાર ખોરાકની શોધમા તેઓ રસ્તા પર કે પછી રહેણાંક વિસ્તારમા આવી જતા હોય છે.
શહેરા તાલુકામા એક વિડિયો સોશિયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યો છે. તેમા દિપડા જેવુ દેખાતુ પ્રાણી રોડ પર ચાલી રહ્યુ છે. અને કારમાથી કોઈ વિડિયો બનાવી રહ્યુ છે. કારમા ઓ તેરે સંગ યારા હિન્દી ગીત વાગી રહ્યુ છે. તે પ્રાણી જતુ દેખાય છે. પછી તે ઝાડીમા જતુ રહે છે. જોકે આ વીડીયો વાયરલ થઈ જતા તે પ્રાણી વાઘ હોવાના લખાણ સાથે વિડિયો વાયરલ થઈ રહ્યો હતો.
આ માટે મેરા ગુજરાત.કોમે સત્યતા ચકાસવા માટે જેમને વિડિયો ઉતાર્યો હતો તે રમેશભાઈને અમે શોધીને ટેલિફોનીક વાતચીત કરી હતી. તેઓ પણ તેમની વાતચીતમા અસ્પષ્ટ હતા. શહેરા આવતો હતો તે સમયે તે ટર્નિગમા આવી ગયો.મને વાઘ જેવુ લાગ્યુ.તેનુ મોઢુ મોટુ હતુ અને હષ્ટપુષ્ટ હતુ. પણ સ્પષ્ટીકરણ થતુ નથી.જોધપુરના ઢાળ બાજુથી આવતો હતો. આથી મે ગાડી રિવસ લીધી. પછી તે ઝાડીમા જતો રહ્યો. ત્યારબાદ અમે શહેરા વનવિભાગના આરએફઓ રોહીત પટેલને આ વાયરલ વિડિયો મોકલીને સત્યતા ચકાસી જેમા તેમણે જણાવ્યુ કે આ વાયરલ વિડિયોમા જે પ્રાણી દેખાઈ રહ્યુ છે તે વાઘ નથી આ દિપડો છે. આ વિસ્તારમા દિપડાની સંખ્યા વધી છે. આમ સોશિયલ મિડીયા પર જે રીતે વાઘ છે તેવા લખાણ સાથે વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમા તે પ્રાણી દેખાય છે વાઘ નથી પણ દિપડો છે.તે સ્પષ્ટ થાય છે.આમ અમારી તપાસમા આ વિડિયો જે પ્રાણી દેખાય છે અને વાઘ હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે તે ખોટો છે. તે દિપડો હોવાનુ સાબિત થાય છે. જોકે આ જંગલમા ઢોર ચરાવતા પશુપાલકો તો વાઘ જેવુ પ્રાણી જોયાનુ હોવાનુ જણાવે છે. પણ તે હકીકત નથી.
નોધનીય છે કે થોડાક વર્ષો પહેલા એક શિક્ષક પોતાની કાર લઈને જઈ રહ્યા હતા,ત્યારે તેમને પાગળી માતાના મંદિરની આગળ રસ્તો ક્રોસ કરતો વાઘ દેખાયો હતો.જેની તસવીર કેદ કરી લીધી હતી. આમ ગુજરાતમા પહેલીવાર કોઈ જંગલમા વાઘ દેખાયો હોય તેવી આ ઘટના હતી, વાઘ દેખાવાને લઈ સ્થાનિક વન વિભાગથી લઈને રાજ્ય સરકારમા પણ વાઘને બચાવા માટે દોડધામ મચી જવા પામી હતી. જોકે આ વાઘ મહિસાગરના સંતમાતરોના જંગલમા મુકવામા આવેલા કેમેરામા કેદ થયો હતો. જોકે મહિના બાદ આ વાઘનો મૃતદેહ મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કંતાર ગામના જંગલોમાંથી મળી આવ્યો હતો . આ ઘટના બાદ કોઈ પ્રાણી ફરતુ દેખાય તો તેને સ્થાનિક લોકો વાઘ હોવાનુ માની લે છે. પણ હકીકતમા તેવુ હોતુ નથી





