ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને અરવલ્લી જિલ્લા શાખાના સહયોગથી મોડાસા ખાતે આંખની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો
Advertisementઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા આંખની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો
Advertisement
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ના ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના 33 જીલ્લામાં જરૂરિયાત મંદ અને ગરીબ લોકો માટે આંખની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા કાર્યાલય ખાતે કેમ્પ યોજાયો. જેમાં 422 થી વધારેની ખુબ મોટી સંખ્યામાં લોકોએ આંખની તપાસ કરાવી હતી તથા નંબર મુજબ 382 લોકોએ ફ્રી ચશ્મા મેળવ્યા હતા.
આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે નડીયાદના ડો. હિમાંશુભાઈ શ્રીમાળી અને ટિમએ ઉત્તમ સેવાઓ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ચેરમેન ભરતભાઈ પરમાર, કારોબારી સભ્યશ્રી મુકેશભાઈ પટેલ, અરવિંદભાઈ શ્રીમાળી, જીતેન્દ્રભાઈ અમીન, કે.કે.શાહ, વનિતાબેન પટેલ, ડો. દિપ્તીબેન ઉપાધ્યાય, કનુભાઈ પટેલ, સ્ટાફ ગણ તથા સહયોગીઓએ સંપૂર્ણ આયોજન કરી કેમ્પને સફળ બનાવી સેવાનું કામ કર્યું હતું.