ગોધરા,
ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલા દ્વારકા નગર સોસાયટી ખાતે ગઈકાલે વહેલી સવારે 4.24 મિનિટે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં અજાણ્યા ચાર લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરી એક ગાયને ક્રૂરતા પૂર્વક ચારે બાજુથી પકડી અને ધક્કા મારી અને કારમાં લઈ જવાનો ગૌ તસ્કરી નો વિડિયો સીસીટીવી માં કેદ થયો હતો. આ મામલે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ચાર અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદા નોધાવા પામી છે.
આ બનાવ સંદર્ભે ગોધરા શહેરના બામરોલી રોડ દ્વારકાનગર અન્નપૂર્ણા ની સામે રહેતા હરીશભાઈ ખેંગારભાઈ પરમાર પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતુ ગત તા.28/09/24 નારોજ હું જમી પરવારી ઘરની ઓસરીમાં સુઇ ગયા હતા અને તા. 29/09/2024 ની વહેલી સવારમાં ચારેક વાગ્યે જાગી અને પશુઓની રોજીંદી કામગીરી કરતા હતા.ત્યારે એક સેફદ કલરની ગાયને પાણી પીવડાવવા માટે છોડેલી હતી. જ્યારે મારી ગાય પાણી પીતી હતી અને હું બીજા પશુઓની ચાકરી કરતો હતો.દરમ્યાન એક કાળા કલરની ગાડી મારા ઘર થી થોડે દુર આવેલ હતી. જેમાંથી એક માણસ મારી ગાય ને પકડી દોરી લઈ જતો હતો. જેથી મે તેને કહેલ કે ? મારી ગાય ને તમે કયાં લઈ જાવ છો તેમ કહેતા આ માણસે મને કહેલ “કે“તુ તારૂ કામ કર અમારા કામમાં વચ્ચે બોલીશ નહી નહીતર તારા હાથ પગ ભાંગી નાખીશું તેમ કહી મને માં બેન સમાણી બિભસ્ત ગાળો બોલવા લાગ્યા હતા અને બીજા એક માણસે મને લોખંડ ની પાઇપ બતાવી કહ્યું કે અમારા કામમાં વચ્ચે બોલીશ તો તને અહીયાજ પુરો કરી નાખીશું “”તેવું કેહેતા હું ખુબજ ડરી ગયો હતો.અને કંઈ બોલી શકેલો નહી અને આ કાળી ગાડીમાં આવેલ માણસો જેમાં ત્રણ થી ચાર જણા હતા, જેઓએ મારી ગાયનેસીંગડે પકડી કાળી ગાડીમાં ભરી ચોરી કરી ગાડી લઇ નાશી ગયા હતા, જે સમગ્ર બનાવને લઈને હરીશભાઈ ખેંગારભાઈ પરમાર એ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચાર ઇસમોને પકડવા માટે ચક્ર ગતિમાન કરેલ છે.