પ્રતિકાત્મક તસ્વીર
અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સીમાઓ પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં બુટલેગરો ખરા ઉતરતા હોય છે, જેમાંથી કેટલાક બુટલેગરો પોલિસના હાથે લાગી જતાં હોય છે, તો કેટલાય બુટેલગરો દારૂ ઘૂસાડવામાં સફળતાપૂર્વક આગળ વધી જાય છે. અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડી સરાહનિય કામગીરી કરી હતી, જોકે ત્રણ ત્રણ પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પસાર થયો પણ, કોઈને ગંધ પણ ન આવી, તે મોટો સવાલ છે.
વિદેશી દારૂનો જથ્થો મહિસાગર જિલ્લામાં થઈને ગુજરાતમાં ઘૂસાડવાનો કારસો હતો, વિદેશી દારૂનો જથ્થો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પોલિસ સ્ટેશન નજીક ધોળી ડુંગરી થઈને બાયડ પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ હતી, એટલું જ નહીં, સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે વિદેશી દારૂનો જથ્થો બાતમીના આધારે ધનસુરા પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા ખેડા પાટિયા નજીકથી પકડી પાડ્યો હતો, જોકે વિદેશી દારૂનો જથ્થો સાઠંબા પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી કેવી રીતે પસાર થયો તે પણ એક સવાલ છે. અહીં સાઠંબા પોલિસ સ્ટેશન અને બાયડ પોલિસ સ્ટેશનની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ના દરોડા પછી ધનસુરા પોલિસ સ્ટેશને નવા પોલિસ ઈન્સ્પેક્ટરની નિયુક્તિ કરવામાં આવી હોવાની પણ વિગતો મળી છે.
હાઈવે તેમજ સ્ટેટ હાઈવે અને જિલ્લાની સરહદ પર પેટ્રોલિંગ કરતા વાહનો સામાન્ય રીતે શંકાસ્પદ વાહનોને રોકીને ચેક કરતા હોય છે, જોકે કારને જોઈ નહીં કે, જોવામાં નહોતી આવી તે પણ એક સવાલ છે. સાઠંબા, બાયડ અને ધનસુરા પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા ખેડા પાટિયા નજીક કટિંગ થાય છે, તેમ છતાં સ્થાનિક પોલિસ ઊંઘમાં હોય તેવો ઘાટ સર્જાય છે, અને સ્ટેટ મોનિટરિંગ ટીમ વિદેશી દારૂનો જથ્થો પકડે છે, ત્યારે ચોક્કસથી ત્રણ ત્રણ પોલિસ સ્ટેશનની કામગીરી પર સવાલો તો ઉઠશે.