અદભુત લાઈટિંગ સાથે ૮૦ ફૂટ ઊંચી કૈલાશ પર્વતની પ્રતિકૃતિ ઝળહળતા આહ્લાદક દૃશ્યો સર્જાયા.
કેસરિયા ગરબા પરિસરમાં કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રથમ નોરતે કેસરિયા ગરબાના આંગણે પધાર્યા
સહાય ફાઉન્ડેશન આયોજિત ગાંધીનગરના સૌથી વિશાળ, ભવ્ય, સુનિયોજિત વ્યવસ્થાઓથી સુસજ્જ તેમજ પારિવારિક અને સુરક્ષિત નવરાત્રિ મહોત્સવ ‘કેસરિયા ગરબા નવરાત ૨૦૨૪‘નો ધમાકેદાર પ્રારંભ થયો છે. કૈલાશ પર્વતની થીમ સાથે આયોજિત કેસરિયા ગરબા પરિસરમાં કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અદભુત લાઈટિંગ સાથે ૮૦ ફૂટ ઊંચી કૈલાશ પર્વતની પ્રતિકૃતિ ઝળહળતા આહ્લાદક દૃશ્યો સર્જાયા.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રથમ નોરતે કેસરિયા ગરબાના આંગણે પધાર્યા હતાં. આ ઉપરાંત બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂ. કૈલાશદીદી, સ્વામીનારાયણ મંદિર સે.૨,ના પૂ. પી.પી સ્વામીજી સહિત વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતગણ, સામાજિક અને વ્યવસાયિક અગ્રણી કેસરિયા ગરબામાં પધાર્યા હતા. પ્રથમ નોરતે સમર્પણ મૂકબધિર વિદ્યામંદિર અને વિશેષ એજ્યુકેશન સેન્ટર ફોર સ્પેશિયલી ચેલેન્જડ ચિલ્ડ્રનના બાળકોને કેસરિયા ગરબામાં આમંત્રિત કરાયા હતાં.