સમગ્ર રાજ્યમાં TRB જવાના જવાનોએ બાંયો ચઢાવી, પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા
અંકિત ચૌહાણ/જય અમીન
સમગ્ર રાજ્યમાં એક બાજુ ટ્રાફિક ની સમસ્યા ના નિવારણ માટે કડક નિયમો બનાવાઈ રહ્યા છે, તો બીજી બાજુ ટ્રાફિક નું નિયમન કરાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ પગાર વધારાની માંગ સાથે બાંયો ચઢાવી ચઢાવી છે. અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડના જવાનોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પત્ર આપી રજૂઆત કરી હતી.
અરવલ્લી જિલ્લા કલેકટર ને TRB જવાનોને આવેદન પત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 11 માસના કરાર આધારિત કર્મચારીઓ/ આઉટસોર્સિંગ કર્મચારીઓ /શ્રમજીવીઓ/રોજમદારોની ટ્રાફિક બિગેડ (TRB) કર્મચારીઓ માટે સરકારે પગાર વધારો કરી દિવાળીની ભેટ આપવી જોઈએ.
TRB જવાનોને એ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પત્ર આપતા રજૂઆત કરી કે, મોંઘવારીમાં પોતાનું અને પરિવારનું અને સામાન્ય પગારમાં ભરણ પોષણ કરવું અત્યંત મુશ્કેલ છે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં શ્રમિકો માટે એક દિવસનું વેતન ₹1035 લેખે પ્રતિમાસ ₹26,910 કરી દીધા છે જ્યારે કાયમી કર્મચારીઓ ને બેઝિક પે મોંઘવારી 50% મેડિકલ એલાઉન્સ ઘર ભાડું 8% મુસાફરી ભથ્થુ અને વાર્ષિક ઇજાપો તેમજ અન્ય મળતા લાભો જેવા કે રજાઓના લાભો મેડિકલ લાભો એલટીસી અને જીવન વીમા ના લાભો GPF અને CPF ના લાભો આપવામાં આવે છે જ્યારે રાજ્યમાં 11 માસ ના કરાર આધારિત કર્મચારીઓ આઉટસોર્સિંગ કર્મચારીઓ શ્રમજીવીઓ રોજમદાર ટ્રાફિક બિગેડ કર્મચારીઓને પગાર સિવાય કોઈ લાભ આપવામાં આવતો નથી. સત્વરે ગુજરાત સરકારી યોગ્ય નિર્ણય કરી આ કર્મચારીઓને લાભ આપી દિવાળીની ભેટ આપવી જોઈએ.
સમગ્ર રાજ્યમાં કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓ જે રીતે કીમ કરતા હોય છે, તે મુજબ ભથ્થું આપવામાં આવતું નથી, જેને લઇને હવે દિવાળી પહેલા ટ્રાફિકનું સંચાલન કરાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ હવે બાંયો ચઢાવતા, કેટલીય જગ્યાએ ટ્રાફિક ની સમસ્યાઓ થવા લાગી છે, જોકે પોલિસ તંત્ર દ્વારા હોમગાર્ડ જવાનોને તૈનાત કરાવી ટ્રાફિક નું સંચાલન કરાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ટ્રાફિક બ્રિગેડની માંગ ક્યારે પૂર્ણ કરાશે, તે જોવું રહ્યું.