સમગ્ર દેશમાં વિજયાદશમી ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.. રામના સત્યરૂપી બાણથી, રાવણ દહન થતાં, જય શ્રી રામના નારા લાગ્યા હતા.. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વિજયાદશમી ની ઉજવણી કરવામાં આવી હતી.
અસત્ય પર સત્યનો વિજયનો ઉત્સવ એટલે વિજયાદશમી. આ દિવસે સમગ્ર દેશમાં રાવણ દહન યોજાય છે, ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે પણ રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન રામે, રાવણનો વધ કર્યો હતા, ત્યારબાદ ભગવાન શ્રીરામની અયોધ્યામાં પધરામણી થઈ હતી. ત્યારથી વિજયાદશમી પર્વ તરીકે ઉજવણી શરૂ થઈ છે. અરવલ્લીના મોડાસામાં આવેલા રેલવે ગ્રાઉન્ડ પર અરવલ્લી દશેરા ઉત્સવ સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. રાજસ્થાનના ખાસ કારીગરો દ્વારા રાવણનું વિશાળકાય પૂતળું બનાવાયું હતું અને સંધ્યા સમયે ભારે આતશબાજી રાવણ દહન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો… આ પહેલા મોડાસા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જે શોભાયાત્રા શાસ્ત્રી મેદાન ખાતે પહોંચી હતી,
રાવણ દહન પહેલા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી… આતિશબાજી ના આકાશી દ્રશ્યોનો અદભૂત નજારો જોવા માટે શાસ્ત્રી મેદાન લોકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતુ઼..
જય જય શ્રીરામના નારા સાથે રાજ્ય કક્ષા મંત્રી ભિખુસિંહ પરમાર અને જિલ્લા કલેક્ટર પ્રસસ્તી પારીક દ્વારા રાવણ દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહનમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લા વાસીઓએ રાવણ દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.. તો બીજી બાજુ રાવણ દહન કાર્યક્રમ પહોંચેલા લોકો માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્રપૂજન કરવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી… આવતા જતાં નગરજનોએ પ્રભુ શ્રીરામની પ્રતિમાને કુમકુમ તિલક કરી, શસ્ત્રો ની પૂજા કરી હતી..
પોલિસ અને મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ની દેખરેખ હોઠળ શાંતિપૂર્ણ રીતે રાવણ દહન કાર્યક્રમ પૂર્ણ થયો હતો..





